ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે મંગળવારના રોજ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને જામતું જાય છે. રાજ્યમાં દરરોજ વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યા હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે મંગળવારના રોજ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ૬ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આણંદ, પંચમહાલ, નવસારી, વલાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.
આજે ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગ પ્રમાણે આજે અરવલ્લી, મહિસાગર, દાહો, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, ડાંગ અને તાપી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરી છે.