BITCOIN માં આવ્યો ઉછાળો , એક સિક્કાની કિંમત ૬૨ હજાર ડોલર ને પાર પહોંચી

કોરોનાની બીજી લહેરથી શેરના બજારમાં ભલે ઉથલપાથલ દેખાઈ રહી હોય પરંતુ તે વચ્ચે ક્રિપ્ટોકરન્સી(Crypto Currency)નું નવા રેકોર્ડ બનાવવાનું ચાલુ છે. મંગળવારે ક્રિપ્ટોકરન્સી બિટકોઇન(Bitcoin)માં જોરદાર ઉછાળો આવ્યો હતો. એક સિક્કાની કિંમત, 62,575 ને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં તેમાં રોકાણ કરનારાઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યુએસ પ્રમુખ જો બિડેનની 1.9 ટ્રિલિયન ડોલર આર્થિક સહાયની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી છે. બિટકોઇનમાં ઉછાળા પાછળનું આ પણ એક કારણ છે. બિટકોઇન છેલ્લા કેટલાક સમયથી બજારમાં તેની પકડ સતત મજબૂત કરી રહ્યો છે જેના કારણે તે રોકાણકારોની પહેલી પસંદ રહે છે. એક વર્ષ પહેલા જ્યાં તેની કિંમત માત્ર 5000 ડોલર હતી હવે તેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

તેજીના સંકેતો દેખાયાં હતા
નોંધનીય છે કે થોડા સમય પહેલા ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ બિટકોઇનના ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા. નિષ્ણાંતોએ કહ્યું હતું કે, જો તેની કિંમત 53,000 ડોલરની ઉપર રહી શકે છે તો તેની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરની ઉપર રહેશે. આ એક મોટો રેકોર્ડ હશે. બિટકોઈનમાં લોકોના વધતા રોકાણ સાથે આ અનુમાન સાચા સાબિત થતા જોવા મળી રહ્યા છે.

માર્કેટ કેપ 2 લાખ કરોડ પર પહોંચી ગઈ છે
તાજેતરમાં રોકાણકારોના ક્રિપ્ટોકરન્સીમાં ભારે રોકાણને કારણે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે જે તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી. ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપમાં આ વધારામાં વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇન એ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. બિટકોઇન 1.4 ટકા તેજી સાથે 59,045 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *