ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવ્યું. આ સીયરઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવના તેમણે દર્શાવી.
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા વિરામ પર છે, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઇને શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.
ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવ્યું. આ સીયરઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવના તેમણે દર્શાવી
૧૯,૨૦,૨૧ જુલાઈએ રાજ્યમાં વરસાદ વરસવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. કચ્છના રાપર તાલુકામાં અને ઉતર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે,
તારીખ ૧૯,૨૦,૨૧ ના રોજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસવાની શક્યતા તેમણે દર્શાવી છે
મધ્ય ગુજરાતમાં પણ પરેશ ગોસ્વામીએ ૧૯,૨૦,૨૧ જૂલાઇના રોજ છુટા-છવાયા વરસાદની આગાહી કરી છે.