JAMNAGAR : એક જ દિવસમાં 302 નવા કેસ નોંધાયા, 64 દર્દીઓ ના મોત

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 302 કેસ નોંધાયા છે તો કોવિડની સારવાર દરમિયાન 64 દર્દીઓના મોત નિપજ્યા હતા.

જામનગર જિલ્લામાં આજે 302 કેસ નોંધાયા છે તેમાં 187 કેસ શહેરી વિસ્તારમાં અને 115 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 194 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 64 દર્દીઓના મોત નિપજ્યા હતા.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 75 હજાર 657 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 19 હજાર 450 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.

જામનગર શહેરમાં વધતા સંક્રમણના પગલે જાહેર ફરવાના સ્થળ તો પહેલાથી જ બંધ કરી દેવામા આવ્યા છે. જોકે, શહેરની બજારોમાં પણ હજી પણ સોશિયલ ડીસ્ટંસ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *