બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણાં મોટો ખેલ શરૂ થઈ ગયો છે. એકતરફ જેડીયુ, ભાજપ, આરજેડી, કોંગ્રેસ સહિતની પાર્ટીએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે, ત્યારે રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ આજે નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. તેઓ આજે સાંતે પાંચ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે, જેમાં નવી પાર્ટી, સંગઠન માહિતી જાહેર કરી શકે છે. થાડો દિવસે પહેલા આરજેડીએ તેજ પ્રતાપને સસ્પેન્ડ કરી દીધા હતા, એટલું જ નહીં તેમને પરિવારમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી માહોલ ટાણે જ આરજેડીએ તેજ પ્રતાપ યાદવ ને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ચૂંટણીના કારણે રાજ્યમાં સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં તેજ પ્રતાપે પોતાનો જુદો જ રસ્તો અપનાવી લીધો છે. એવું કહેવાય છે કે, તેઓ ચૂંટણીમાં પોતાનો દમ દેખાડી શકે છે.
અનુષ્કા યાદવના કારણે તેજ પ્રતાપને આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એકતરફ તેજ પ્રતાપ અને પત્ની ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છો, તો બીજીતરફ તેમણે સોશિયલ મીડિયા એક્સ પર અનુષ્કા સાથેના સંબંધો જાહેર કર્યા હતા, ત્યારબાદ આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં તેમને પરિવારમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.
