દૂધ ભલે પોષક તત્વોથી ભરપૂર હોય પરંતુ તેની સાથે અમુક ચીજોનું સેવન કરવાની મનાઇ છે. આયુર્વેદિક નિષ્ણાત રાજીવ દીક્ષિત કહે છે, દૂધ સાથે કેટલીક ચીજોનું સેવન કરવામાં આવે છે ત્યારે ઝેર જેવી અસર કરે છે.
દૂધનું સેવન બાળકો અને પુખ્ત વયના લોકો માટે ફાયદાકારક છે. કારણ કે તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલું જ નહીં ફાઈબર, આયર્ન, સોડિયમ સહિત તમામ પોષક તત્વો પણ દૂધમાં મળી રહે છે. તેને પીવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ શરીરને તાકાત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલું પૌષ્ટિક હોવા છતાં પણ દૂધ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જી હા, આવું ત્યારે થાય છે જ્યારે તમે દૂધ સાથે એવી વસ્તુઓનું સેવન કરો છો, જે આયુર્વેદમાં પણ વર્જિત છે.
આયુર્વેદિક નિષ્ણાત રાજીવ દીક્ષિતે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અમુક એવી ચીજોના નામ આપ્યા છે, જે દૂધ સાથે ખાવામાં આવે ત્યારે ઝેર જેવી અસર કરે છે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર
ડુંગળી અને દૂધ
આ બંને એકબીજાના જાણીતા દુશ્મનો છે. આ બંને વસ્તુઓ એક સાથે ખાશો તો બીમાર થશો. દૂધ અને ડુંગળી એક સાથે ખાવાથી ત્વચાની સમસ્યાઓનો ખતરો રહે છે. વરસાદમાં ડુંગળી અને દૂધનું એક સાથે સેવન કરવાથી ખંજવાળ, ધાધર થઇ શકે છે.