Ramadan 2021: ઘરે જ નમાઝ અદા કરવા સહિત રમજાનને લઈને સરકારે જાહેર કરી કોરોના ગાઈડલાઈન

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ફરીથી માથું ઉંચક્યૂ છે. કોરોના મહામારીની આ બીજી લહેર પહેલા કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહી છે. મોટાભાગે યુવાનો આ બીમારીની હડફેટે ચડી રહ્યા છે. આ બધાની વચ્ચે નવરાત્રિ અને મુસ્લિમોનો પવિત્ર માસ એવા રમજાનની ઉજવણીઓ શરૂ થશે. પરંતુ સમય જોતાં એવું લાગી રહ્યું છે કે રાજયોની સરકાર હવે ઢીલ દાખવે તેવું નથી લાગી રહ્યું. ઉત્તરપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી કેટલાય રાજ્યોએ નવરાત્રિ અને રમજાનને લઈને કડક કોરોના માર્ગદર્શિકા જારી કરી છે.

દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં રમજાન મહિનો પણ બુધવારથી ભારતમાં શરૂ થશે. આ અંગે ઘણાં ઈમામો બેઠક યોજી રહ્યા છે અને અપીલ કરી રહ્યા છે કે સરકારે જારી કરેલા માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. બીજી તરફ નવરાત્રી  પણ 14 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકારો માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનો એક પડકાર જેવુ સાબિત થઈ રહ્યું છે. ત્યારે ચાલો જોઈએ મહારાષ્ટ્ર સરકારે શું પગલાં લીધા છે.

 

રમજાન અંગે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલી આ માર્ગદર્શિકા: –

1. ઘરે જ નમાઝ અદા કરવી, મસ્જિદોમાં ભીડ વધારશો નહીં.
2. ધાર્મિક સ્થળો ટૂંક સમયમાં બંધ થઈ જશે, તેથી વાઝ એટલે કે સામૂહિક નમાઝ ઓન્લીને પ્લેટફોર્મ પર ગોઠવવી.
3. ખરીદી માટે બજારમાં ભીડ ન કરો અને તે થવા દો નહીં.
4 અલવિદા જુમ્માની નમાઝ પણ ઘરે જ કરવી અને સડકો પર ભીડ જમા થવા દેવી નહીં.
5. આ રમઝાનમાં કોઈ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી.
6. રમજાન પર શેરીઓ ગલીઓમાં કોઈ અસ્થાયી સ્ટોલ રહેશે નહીં. સ્થાનિક પ્રશાસનની જવાબદારી છે કે, સેહરી અને ઈફ્તારી દરમિયાન કોઈ ભીડ એકઠી ન થવા દે.
7. ધાર્મિક ગુરુઓને અપીલ છે કે તેઓ કોરોના વાઈરસની માર્ગદર્શિકા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવે, જેથી આપણે આ સંક્રમણની ચેન તોડી શકીએ.

 

સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રભાવિત 

દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દૈનિક નવા કેસ 1 લાખને પાર થયા છે. દેશમાં કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર અને ત્યારબાદ પંજાબની છે. 9 એપ્રિલે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,993 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમજાન માટે કોરોના ગાઈડલાઈન જારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *