ભારતના ક્રિકેટ ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેચ રમવાનો ઈનકાર કર્યો છે. આના પગલે આયોજકોએ ડબલ્યુસીએલ ૨૦૨૫ ભારત પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ માં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની મેચને આયોજકોએ રદ્દ કરી દીધી છે. આ મેચ રવિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૦૯:૦૦ વાગ્યાથી બર્મિંગહામના એજબેસ્ટોન ખાતે રમાવાની હતી. આ મેચનો પહેલાથી જ વિરોધ થઈ રહ્યો હતો અને તેને જોતા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે બર્મિંગહામમાં રમાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાનો નથી. “હું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ માં પાકિસ્તાન સામે કોઈ પણ મેચમાં રમીશ નહીં. ધવન ઉપરાંત સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, હરભજન સિંહે પણ આ મેચમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.