રશિયામાં એક કલાકમાં ૫ ભૂકંપ

રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા ૬.૬ થી ૭.૪ ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો ૭.૪ ની તીવ્રતાનો હતો. ત્યારબાદ રશિયાના તટીય વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. લોકોને ઊંચાણ વાળા વિસ્તારોમાં ખસી જવા અપીલ કરવામાં આવી હતી. તમામ ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેરમાં ૧૦ કિમી ઊંડાઈમાં નોંધાયું હતું. 

રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી 1 - image

ભૂંકપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તીવ્ર ભૂકંપના કારણે  પ્રવૃત્તિને પગલે, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ કામચાટકા પેસિફિક માટે ‘સુનામી’નું એલર્ટ જાહેર કર્યું છે. USGS એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી M ૭.૪ – ૧૫૫ કિમી પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Tsunami alert issued after 7.5 quake jolts Russia's Far East

પાંચ મોટા ભૂકંપના ઝાટકા પેટ્રોપાવલોત્સ્ક-કામચાત્સકી શહેરના પૂર્વ હિસ્સામાં જ અનુભવયા છે. જેમાં પહેલો આંચકો ૬.૬ ની તીવ્રતાનો હતો, જે શહેરના ૧૪૭ કિમી પૂર્વમાં આવ્યો હતો. ૧૫૧ કિમી પૂર્વમાં ૬.૭ ની તીવ્રતાનો બીજો આંચકો, ત્રીજો અને સૌથી શક્તિશાળી ભૂકંપ ૭.૪ તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ચોથો આંચકો ૧૩૦ કિમી પૂર્વમાં ૬.૭ ની તીવ્રતાનો રહ્યો હતો. જ્યારે પાંચમો આંચકો ૧૪૨ કિમી પૂર્વમાં ૭.૦ તીવ્રતાનો નોંધાયો હતો. પેસિફિક અને નોર્થ અમેરિકન ટેક્ટોનિક પ્લેટ્સમાં ઘર્ષણ વધ્યું છે. જેથી ભૂકંપ અને સુનામીની ભીતિ સર્જાઈ છે. હજુ રશિયામાં આફ્ટરશોટ આવવાની આગાહી પણ કરી છે.

रूस के कामचटका तट पर एक घंटे में आए 5 शक्तिशाली भूकंप, सुनामी की चेतावनी  जारी

ઈરાન અને તઝાકિસ્તાનમાં પણ આજે બપોરે સ્થાનિક સમય અનુસાર ૧:૦૧ વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેમાં ઈરાનમાં ૫.૬ અને તઝાકિસ્તાનમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ આ અંગે જણાવ્યું હતું. EMSC અનુસાર, ઈરાનમાં ભૂકંપ ૩ કિમી (૧.૮૬ માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *