આજનુ પંચાંગ
કામિકા એકાદશી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ (ક.) ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી ૨૧ ક. ૦૭ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૩૦ વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર : અષાઢ વદ અગીયારસ
– કામિકા એકાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૨૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૧૧મો રોજ ખોરશેદ
આજ નું રાશિફળ
આજે આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભ કરાવી શકે છે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. આજે કાયદાકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે. વ્યક્તિગત કામો માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારિક સમસ્યાનો આજે અંત આવી શકે છે. પત્ની સાથે બહાર જવાનો પ્લાન આજે બનાવવો ફાયદાકારક રહેશે. કાર્યના સ્થળે તમાને સારી સફળતા મળશે. પરંતુ આજે કોઈ દૂરના મિત્ર પર વિશ્વાસ કરતા પહેલા સાવધાન રહેવું.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે. નોકરીના સ્થાને બોસ તમારા કામથી ખૂશ થશે અને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમારા સ્વભાવના કારણે આજે તમને માન-સન્માન વધારે મળશે. ભવિષ્ય માટે આજે રોકાણ કરવું ફાયદાકારક રહેવાનું છે. તમારા વ્યવહારો સંબંધિત બાબતોમાં કોઈ બેદરકારી ના રાખવી. તમારી નિર્ણય લેવાની ક્ષમતા પણ સારી રહેશે.

મિથુન રાશિના જાતકોને આજે નાણાકીય લાભ થઈ શકે છે. પરિવારિક સંબંધોમાં સુધાર આવી શકે છે. નોકરીના સાથે કાળજી રાખવી, નાની એવી ભૂલના કારણે સાંભળવાનું થઈ શકે છે. જેથી વાણીમાં પ્રેમ અને સહયોગની લાગણી રાખવાથી તમને ફાયદો થવાનો છે. આજે તમને કોઈ નવું કામ કરવાની ઈચ્છા થઈ શકે છે. પરંતુ તમારા વિચારો તેનાથી વિરોધના નિર્ણય લેવા માટે કહેશે. તમારે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કોઈ નવા મિત્ર સાથે સમય બગાડવાનું ટાળવું ફાયદાકારક રહેશે.

રાશિના જાતકો માટે આજનો દિવસ સંઘર્ષમય રહી શકે છે. જેથી આજે તમારે વ્યવસાયમાં શાણપણ બતાવવું પડશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. મિત્રો સાથેના સંબંધોમાં સુધાર આવી શકે છે. પરિવારમાં કોઈ દૂરના સંબંધીના કારણે સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈના લગ્ન પણ નક્કી થઈ શકે છે. આજે ગરીબોને મદદ કરવાથી ફાયદો થશે.

આ રાશિના જાતકોને આજે કોઈ ખૂશ ખબરી મળી શકે છે. આજે તમને કોઈ મોટું સન્માન મળી શકે છે. તમને ઓફિસમાં તમારા સહકર્મચારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે. તમારે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે યોજનાઓ બનાવવી પડશે અને કોઈની સાથે ભાગીદારી કરવાનું આજે ખાસ ટાળવું. રાજકારણમાં કામ કરતા લોકોને તેમના કામથી નવી ઓળખ મળશે અને તેઓ સખત મહેનત કરશે. આજે નવા વાહનની ખરીદી કરવી વધારે ફાયદાકારક સાબિત થશે.

કન્યા રાશિના જાતકોને આજે ધંધાકીય બાબતોમાં મોટો લાભ થઈ શકે. તમારી કોઈ મનની ઈચ્છા પૂર્ણ થવાની આજે શક્યતા છે. પરંતુ કોઈ બિમારી પરેશાન કરી શકે છે. બહારનું ખાતા પહેલા આજે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આજે નવા વાહનની ખરીદી કરશો તો ફાયદો થશે. તમારા જીવનસાથી તરફથી તમને પૂરતો સહયોગ અને સાથ મળશે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી સાથે આજે કોઈ પણ પ્રકારની દલીલો કરવી નહી.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. તમારી કલા કુશળતામાં સુધારો થશે અને નાણાકીય સ્થિતિ અંગે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. લાંબા સમયથી બાકી રહેલા કાર્ય આઝે પૂર્ણ થઈ શકે છે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આજે લાંબા સમય બાદ તમને કોઈ જૂનો મિત્ર મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા રાખવાથી નાણાકીય લાભ થશે.

રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે, પરંતુ કોઈની સલાહ પર કોઈ જોખમી કામ ન કરો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ સ્પષ્ટ થશે. જો તમારી પાસે પહેલા કોઈ વ્યવહાર ચાલી રહ્યો હતો. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધાન રહેવાની જરૂર રહેશે. ઘરે રહીને તમારા પારિવારિક બાબતોનો સામનો કરવો તમારા માટે વધુ સારું રહેશે. તમે લોકોના કલ્યાણ વિશે હૃદયથી વિચારશો, લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે.

ધન રાશિના જાતકોએ આજના દિવસે વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. તમારા વ્યવસાયમાં કોઈ ભાગીદારી ન કરો, તે ખૂબ જ કાળજીપૂર્વક કરો. જો તમે કોઈને વચન આપ્યું હોય, તો તમારે તેને સમયસર પૂર્ણ કરવાની જરૂર છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં તમને તમારી પસંદગીનું કામ મળી શકે છે. આ સાથે પરિવાર સાથે સમય વિતાવવા ફાયદાકારક રહેશે. બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામો લાવી શકે છે. આજે તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાની જરૂર છે. મિત્રો સાથેનો તમારો વિશ્વાસ ખૂબ જ ઊંડો રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી નહીં. જો તમે પ્રવાસ પર જાઓ છો, તો તમારે ત્યાં તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

આ રાશિના જાતકો માટે દિવસ નાણાકીય રીતે ફળદાયી રહેવોનો છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખો. કોઈ પણ કારણોસર ગુસ્સે થવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તમારે વાહનો પ્રત્યે સાવધાની રાખવાની જરૂર છે, નવું વાહન લેતા પહેલા એક વખત વિચારી લેવું. તમારી કોઈપણ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા કાર્ય માટે યોજના બનાવવી પડશે. તમે ખૂબ ખુશ રહેશો કારણ કે તમને વ્યવસાયમાં ઇચ્છિત નફો નહીં મળે.

આજે મીન રાશિના જાતકોએ ધંધાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવાની રહેશે. આજે કોઈ કાર્યસ્થળ પર તમારા પર ખોટા આરોપ લગાવી શકે છે, જેમાં તમારે અધિકારીઓ સમક્ષ તમારી વાત રજૂ કરવી પડશે. આજે તમે ભગવાનની પૂજામાં ખૂબ જ મગ્ન રહેશો. તમારે કોઈપણ બાબતમાં ખૂબ જ વિચારપૂર્વક બોલવાની જરૂર છે. જો તમે તમારા જીવનસાથીની સલાહ લઈને આગળ વધશો, તો તે તમારા માટે સારું રહેશે. પરિવાર સાથે ફરવા જવાનો પણ પ્લાન બનાવી શકો છે.