વરસાદની સિઝનમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે છે, જેનાથી ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આ જ્યૂસ ઘરે બનાવી ઇમ્યુનિટી મજબૂત બનાવી શકો છો.
ચોમાસાની ઋતુ એકદમ ફ્રેશનેશ લાવે છે પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. વરસાદમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે છે, જેનાથી ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આમ જોવા જઈએ તો બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જે શરીરને ડિટોક્સ કરવા અને ઈમ્યુનિટી વધારવાનો દાવો કરે છે. જો કે તેમાં ખતરનાક કેમિકલ્સ હોય છે, જેની હેલ્થ પર પણ નેગેટિવ અસર પડે છે. જો કે તમે ઘરે જ હેલ્ધી જ્યુસ તૈયાર કરી શકો છો, જે હેલ્ધી તો રહેશે જ, સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદરૂપ થશે. તમે આ હેલ્ધી જ્યુસને ટમેટા, દાડમ, આમળા, ગાજર અને બીટરૂટથી તૈયાર કરી શકો છો.