આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતમાં થોડા દિવસનો આરામ કર્યા બાદ મેઘ રાજાએ ફરી આળસ મરડી છે. રાજ્યમાં ફરીથી વરસાદ પડવાનો શરૂ થયો છે. રાજ્યના ૧૦૦ કરતા વધારે તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
અહીં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે આજે સોમવારના દિવસે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ગીર સોમનાથ,દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.