આંધ્રપ્રદેશમાં ૩૫૦૦ કરોડનું દારૂ કૌભાંડ

રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના સાંસદ પી.વી. મિથુન રેડ્ડીની સાત કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાઇ છે. જ્યારે આ કૌભાંડની ચાર્જશીટમાં વાયએસ જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે જોકે તેમને આરોપી નથી બનાવાયા.

આંધ્રપ્રદેશમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ, દિગ્ગજ સાંસદની ધરપકડ, જગન રેડ્ડી પણ રડારમાં 2 - image

આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા ૩૫૦૦ કરોડ રૂપિયાના લીકર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં આ લીકર કૌભાંડના નાણા કોની કોની પાસે પહોંચતા હતા તેનો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે જે નાણા એકઠા થતા હતા તે કેસી રેડ્ડી રાજાશેખર રેડ્ડી પાસે પહોંચતા હતા, જે બાદમાં વિજય રાઇ રેડ્ડી, મિથુન રેડ્ડી, બાલાજી પાસે પહોંચતા હતા અને અંતે નાણા પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પાસે પહોંચતા હતા. દર મહિને આશરે ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાનું કલેક્શન થતું હતું.

शराब, सियासत और साजिश…3200 करोड़ के 'दारू घोटाले' में कैसे धराए YSRCP सांसद  मिथुन रेड्डी?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *