અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી

અમદાવાદના સાણંદ ખાતે ગ્લેડ વન રિસોર્ટમાં ગઈકાલે રાતે પોલીસની આખી ટીમ ત્રાટકી હતી. અહીં બાતમી મળી હતી કે દારૂની મહેફિલ ચાલી રહી છે. જોકે આ બાતમી સાચી પડતાં પોલીસે લગભગ ૧૦૦ જેટલા લોકોને પકડી પાડ્યા હતા. જેમાં ઘણાં લોકો હાઇપ્રોફાઈલ સામેલ હોવાની જાણકારી મળી રહી છે. 

અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 ઝડપાયાં 2 - image

પોલીસે લગભગ ૨૬ યુવતીને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી જ્યારે બાકીના યુવાનોના મેડિકલ ટેસ્ટ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે ૧૦૦ જેટલા યુવક-યુવતીઓે સાણંદથી લગભગ ૮ થી ૯ કિ.મી. દૂર ગ્લેડ વન નામના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.  અહીં દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેમાં પોલીસની ટીમ ત્રાટકતાં અફરા તફરી મચી ગઇ હતી.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *