ખોડો નિવારણ માટે ઘરેલું ઉપચાર | ખોડો થવાની સમસ્યા વધી જાય અને ધ્યાન ન આપવામાં આવે તો, તે એક એવી સમસ્યા બની શકે છે જેનો ઉકેલ પછીથી શક્ય નથી. પરંતુ તમે આ કુદરતી અને ઘરેલુ હર્બલ ઉપચાર કરી સરળતાથી માથાનો ખોડો દૂર કરી શકો છો.
ખોડો અને વાળ ખરવાની સમસ્યા ઘણા લોકોની હોય છે. વાળની સંભાળ પર થોડું વધારે ધ્યાન આપીને ખોડો અટકાવી શકાય છે. ખોડો એ સ્ત્રીઓ અને પુરુષો બંનેને થતી સમસ્યા છે. વધુ પડતો પરસેવો, ધૂળ અને કેમિકલ વાળા શેમ્પૂનો ઉપયોગ જેવા વિવિધ કારણોસર ખોડો થઈ શકે છે.
ખોડો થવાની સમસ્યા વધી જાય અને ધ્યાન ન આપવામાં આવે તો, તે એક એવી સમસ્યા બની શકે છે જેનો ઉકેલ પછીથી શક્ય નથી. પરંતુ તમે આ કુદરતી અને ઘરેલુ હર્બલ ઉપચાર કરી સરળતાથી માથાનો ખોડો દૂર કરી શકો છો.
લીમડાનું તેલ અને એલોવેરા જેલનો ઉપયોગ
તમે એલોવેરા જેલમાં લીમડાનું તેલ ઉમેરી શકો છો અને તેને એકસાથે મિક્સ કરી શકો છો.આને માથાની ચામડી અને વાળ પર લગાવો અને ૨૦ મિનિટ સુધી રહેવા દો.પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એકવાર આ કરવાની આદત બનાવી શકો છો.