કોરોનાએ ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે અને નવા કેસ અને મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જાણીતાં મંદિરો 30 એપ્રિલથી લઈને અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જેમાં લાંભાનું બળિયાદેવ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, ચોટીલાનું ચામુંડા માતા મંદિ ફાગવેલનું ભાથીજી મહારાજ મંદિર, મહેમદાવાદનું સિદ્ધિવિનાયક ગણેશ મંદિર, નડિયાદનું સંતરામ મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર, ઊંઝાનું ઉમિયા માતા મંદિર એમ રાજ્યમાં વિવિધ મંદિરો આજથી બંધ કરાયાં છે.
રાજ્યમાં કોરોનાનો હાહાકાર, અમદાવાદમાં 23 સહિત પહેલીવાર મોતનો આંકડો 67 થયો, ઓલ ટાઈમ હાઈ 6690 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજેરોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6690 નવા કેસ નોંધાયા છે અને 2748 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 22, રાજકોટ શહેરમાં 5, વડોદરા શહેરમાં 4, સુરત જિલ્લામાં 3, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, આણંદ, ભરૂચ,છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 મળી કુલ 67 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
રાજ્યનાં ગામડાંમાં તીવ્ર ગતિએ આગળ વધતું કોરોનાનું સંક્રમણ, શહેરો કરતાં ડબલ કેસો નોંધાઈ રહ્યાં છે, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ગંભીર
ગુજરાતમાં કોરોનાનો કહેર તીવ્ર ગતિએ વધી રહ્યો છે, કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતાં ગામડાંમાં કેસો વધી રહ્યા છે, એ જોતાં હવે કોરોનાએ માત્ર ચોક્કસ શહેરો જ નહીં, આખા ગુજરાતમાં ભરડો લીધો છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે..માત્ર એપ્રિલના 11 દિવસમાં જ મહાનગરો કરતાં જિલ્લાઓમાં કેસો ડબલ ગતિએ વધ્યા છે, જેમાં જિલ્લાઓમાં 214 ટકા કેસ નોંધાયા છે, જેની સામે શહેરોમાં 104 ટકા કેસ થયા છે.