૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. અને આતંકવાદીઓના ઠેકાણાઓનોને નષ્ટ કર્યા હતા.
સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસ પણ વિપક્ષે હોબાળો કર્યો હતો.વિપક્ષી પક્ષો ઓપરેશન સિંદૂર, પહેલગામ આતંકવાદી હુમલો અને બિહારમાં ચાલી રહેલા SIR જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા હતા . જોકે, સરકારે હવે પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા સંમતિ આપી છે . આવતા અઠવાડિયે, સોમવારે લોકસભામાં અને મંગળવારે રાજ્યસભામાં આ મુદ્દા પર ચર્ચા થશે. વિપક્ષે એવી પણ માંગ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાની કાર્યવાહી પર સંસદમાં સંબોધન કરે.
પીએમ મોદી આવતા અઠવાડિયે પહેલગામ આતંકવાદી હુમલા અને તે પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પર બોલશે . પીએમ મોદી ૨૯ જુલાઈએ આ વિષય પર રાજ્યસભામાં સંબોધન કરશે. ૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. ત્યારથી, વિપક્ષ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચર્ચાની માંગ કરી રહ્યા છે. એટલુ જહીં કોંગ્રેસે પણ આ મુદ્દા પર ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી.

કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો ઇચ્છતા હતા કે ઓપરેશન સિંદૂર પર આ અઠવાડિયે જ ચર્ચા થાય, પરંતુ પીએમ મોદી ૨૩-૨૪ જુલાઈના રોજ બે દિવસની મુલાકાતે લંડન જવાના છે. આવી સ્થિતિમાં, જો ગૃહમાં ચર્ચા થાય તો પીએમ મોદી જવાબ આપી શકશે નહીં, તેથી વિપક્ષે સુધારેલા કાર્યક્રમનો સ્વીકાર કર્યો. પીએમ મોદી અને યુકેના વડા પ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં લંડનમાં મુક્ત વેપાર કરાર ( FTA ) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે .
સરકારે સોમવારે સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા સંમતિ આપી હતી. બિઝનેસ એડવાઇઝરી કમિટી ( BAC) ની બેઠકમાં, ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં ૧૬ કલાક અને રાજ્યસભામાં ૯ કલાક ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પહેલગામ અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાને બદલે વિદેશ પ્રવાસોને વધુ મહત્વ આપ્યું છે.
