સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફાર્માસિસ્ટની પોસ્ટ્સ પર ભરતી કાઢી, એપ્લિકેશન પ્રોસેસ 3 મે સુધી ચાલુ રહેશે

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ફાર્માસિસ્ટની 67 પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગતા ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ફાર્માસિસ્ટની પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 13 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થઈ છે, જે 3 મે સુધી ચાલુ રહેશે.

પોસ્ટની સંખ્યા- 67

પોસ્ટ સંખ્યા
UR 34
EWS 06
OBC 14
SC 09
ST 04

એલિજિબિલિટી
આ પોસ્ટ્સ માટે બી. ફાર્મા, એમ. ફાર્મા અથવા ફાર્મા. ડી. ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારને 1 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

વયમર્યાદા
આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ – 
13 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ – 03 મે
પરીક્ષાની તારીખ – 23 મે

સિલેક્શન પ્રોસેસ
ફાર્માસિસ્ટ્સની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC/EWS – 750 રૂપિયા
SC/ST/PH – કોઈ ફી નહીં

કેવી રીતે અરજી કરવી?
ઇચ્છુક અને લાયક ઉમેદવારો માટે આ પોસ્ટ્સ પર અરજીની છેલ્લી તારીખ 3 મે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *