જાણો ૨૫/૦૭/૨૦૨૫ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

શ્રાવણ માસ પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, બમબમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા શિવાલયો | today Shravan  Mass start har har mahadev

શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ

5 myths related to Shravan and Lord Shiva | શ્રાવણ અને ભગવાન શિવ સાથે  સંબંધિત 5 માન્યતાઓ: શ્રાવણમાં શિવજીની પૂજા શા માટે કરવામાં આવે છે;  શિવલિંગની અડધી ...

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૭ મિ. (સુ) ૬ (ક.) ૫૯ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૧૬ ક. ૦૧ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૩ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ એકમ

– શ્રાવણ માસ પ્રારંભ

– શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ

– મહાલક્ષ્મી પૂજન

– જીવંતિકા વ્રત

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૧૫મો રોજ દેપમહેર

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આજે ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ધનલાભ, કરિયરમાં…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ વિરોધીઓથી સાવધ રહેવાનો રહેશે. જૂની કોઈ લેવડદેવડ આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. તમારું ધ્યાન આજે ભટકી શકે છે, એટલે તમારા કામમાં તમે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સચાવી શકે છે. સંતાન આજે તમારા પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એ માંગણી પૂરી પણ કરશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. કામના સ્થળે આજે તમારા સહયોગી તમને સહકાર આપશે. મહેમાનોના આગમનથી આજે ઘરનો માહોલ ખુશનુમા રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આજે અધ્યાત્મિક કાર્યક્રમમાં તમારો રસ વધી રહ્યો છે. કામના સ્થળે પણ તમારા અનુકૂળ રહેશે વાતાવરણ.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે એક સાથે અનેક કામ હાથમાં આવતા તમે થોડા બિઝી રહેશો. પૈસા સંબંધિત બાબતોમાં આજે ખૂબ જ સાવધાની રાખો. તમને ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. બિઝનેસમાં આજે સાવધ રહો. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે ભટકી શકે છે, જેને કારણે તેમને થોડી મુશ્કેલી પડશે. જીવનસાથી આજે તમારાથી નારાજ થશે, પણ તમારે મનાવવાનો પ્રયાસ કરવો પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. સમાજમાં આજે તમારું માન-સન્માન વધતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. પારિવારિક બાબતોમાં આજે કોઈ પણ નિર્ણય લાગણીમાં આવીને લેવાનું ટાળો, નહીં તો પસ્તાવવાનો વારો આવશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો આજે તમારે એ કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા લઈને આવશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી રહી છે. રોકાણ કરતી વખતે આજે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે આજે મુલાકાત થઈ શકે છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો એ પૈસા પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે કોઈ મોટી સફળતા મળી રહી છે. લવલાઈફ સારી રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કામમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો એ પણ આજે પાછા મળી શકે છે. આજે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓએ આજે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું પડશે, નહીં તો પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પ્રેમસંબંધોમાં આજે પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. સંતાનોની સંગત પર ખૂબ જ ધ્યાન આપવું પડશે. જીવનસાથી માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશો.

તુલા રપાશિના જાતકોને આજે જીવનસાથીનો સાથ-સહકાર મળશે. આજે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. અભ્યાસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. પરિવારના લોકોનો સાથ-સહકાર મળશે. ઘરમાં સુખ-શાંતિ જોવા મળશે. મિત્રો સાથે પ્રવાસ પર જવાનું પ્લાનિંગ કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોની આજે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. જૂના દેવામાંથી આજે મુક્તિ મળી રહી છે. શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આજે તેમના કામમાં સફળત મળશે. સંતાનની સોબર પર આજે ખાસ ધ્યાન આપો નહીં તો એ ખોટી સંગતમાં ફસાઈ શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કાયદાકીય બાબતોમાં જિત અને સફળતા લઈને આવી રહ્યો છે. આજે ઘર ખર્ચમાં વધારો થતાં મન થોડું ચિંતિત રહેશે. વિરોધીઓ આજે તમને પરાજિત કરવાનો મોકો નહીં છોડે, એટલે તમારે સાવધાની રાખવાનો રહેશે. આર્થિક નુકસાન થવાની શક્યતા છે. મહેનત કરશો તો આજે સારા પરિણામો મળશે. પરિવારમાં આજે મતભેદની સ્થિતિ પેદા થશે, પણ તમારે ધીરજ રાખવી પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સારો રહેશે. આજે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં અપરંપાર લાભ થશે. અચાનક ખર્ચ વધતાં થોડા ચિંતામાં પડશો. આજે તમારી એકાગ્રતામાં વધારો થશે. ઘર-પરિવારમાં કોઈ માંગલિક કામનું આયોજન થશે. જેને કારણે તમે થોડા વ્યસ્ત રહેશો. કોઈ જગ્યાએ ફરવા જાવ તો વાહન કાળજીપૂર્વક ચલાવો. તમારી ખોવાયેલી વસ્તુ આજે તમને પાછી મળી શકશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે લેવડદેવડની બાબતમાં વિશેષ કાળજી રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે. આજે તમારું બજેટ ગડબડ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કામના સ્થળે આજે તમારા કામ સિવાય બીજા કામમાં ધ્યાન ના આપો, નહીં તો બોસનો ઠપકો સાંભળવો પડશે. મિત્ર માટે આજે તમારે થોડી ભાગદોડ કરવી પડશે.

મીન રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે સારો રહેશે. આજે બિઝનેસની કોઈ ડીલ ફાઈનલ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારી તમામ યોજનાઓ સફળ થશે અને લાભ થવાના યોગ બની રહ્યા છે. આજે કોઈ મહત્ત્વની સૂચના મળશે, જેનાથી તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓએ કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હશે તો આજે એમને સફળતા મળી રહી છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના પાર્ટનર સાથેના સંબંધો સુધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *