કોંગ્રેસના સાંસદ શશિ થરૂર હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે શશિ થરૂરને દેશનો પક્ષ રજૂ કરવા માટે વિદેશી ડેલિગેશનનો હિસ્સો બનાવ્યા હતા. તેમણે પોતાનું કામ સારી નીભાવ્યું હતું અને વિદેશોમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. જોકે, એ પછી શશિ થરૂર વિશે વિવિધ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે. તે બાદ હવે ફરી એકવાર શશિ થરૂર ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ ‘મેંગો પાર્ટી’ છે. તેમણે પોતાના નિવાસસ્થાને મેંગો પાર્ટીનું આયોજન કર્યું હતું, અને તેમાં ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે. બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીથી અંતર રાખ્યું હતું.
શશિ થરુરની આ પાર્ટી નવી દિલ્હીમાં આવેલા લુટિયન્સ વિસ્તારમાં તેમના અધિકૃત આવાસમાં રાખવામાં આવી હતી. જેમાં ભાજપાના કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. આ ઉપરાંત પાર્ટીમાં રાજનેતા, પત્રકારો પણ સામેલ થયા હતા, ભાજપના નેતાઓની વાત કરીએ તો તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન, સુધાંશુ ત્રિવેદી, સાંસદ શશાંક મણિ ત્રિપાઠી, પૂર્વ સાંસદ ડૉ. સંજય સિંહ ઉપરાંત ભાજપના સહયોગી અપના દળના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અસરુદ્દીન ઓવૈસી પણ જોવા મળ્યા હતા.
કોંગ્રેસ સાંસદની પાર્ટીમાં કોઈ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા અને સાંસદ ઓવૈસી પણ જોવા મળ્યા હતા. પરંતુ આ પાર્ટીમાં મહત્ત્વની વાત એ રહી હતી કે, પાર્ટીમાં કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ ન હતા. જેના કારણે રાજકારણ ગરમાયું છે.
