દિવસની શરૂઆત હેલ્ધી થાય તે માટે તમે ખાલી પેટે શું ખાઈ રહ્યા છો તે સૌથી મહત્વનું છે. સવારે પેટ ખાલી હોય ત્યારે શરીરનું પાચનતંત્ર અત્યંત સંવેદનશીલ હોય છે.
સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે દિવસની શરૂઆત સ્વસ્થ હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આખો દિવસ કામ કરવા માટે શરીરને ઊર્જાની જરૂર હોય છે. દિવસની શરૂઆત હેલ્ધી થાય તે માટે તમે ખાલી પેટે શું ખાઈ રહ્યા છો તે સૌથી મહત્વનું છે. સવારે પેટ ખાલી હોય ત્યારે શરીરનું પાચનતંત્ર અત્યંત સંવેદનશીલ હોય છે.
આવી સ્થિતિમાં ખાલી પેટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તેની ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે જો તમે ખાલી પેટે કંઈપણ ખોટું ખાવ છો તો એસિડિટી, ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું અને મેટાબોલિઝમને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. ડાયટિશિયન પ્રિયા મિત્તલે કેટલાક એવા ફૂડ્સ જણાવ્યા છે જે ખાલી પેટે ન ખાવા જોઈએ.
ડાયટિશિયન પ્રિયા મિત્તલના જણાવ્યા અનુસાર કેટલાક સામાન્ય ખોરાક કે જેને આપણે હેલ્ધી માનીએ છીએ. જોકે તેને જો ખાલી પેટે ખાવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે. કારણ કે, આપણે જે પણ ખાઈએ છીએ તે પહેલા પેટને અસર કરે છે. આજના સમયમાં ખરાબ ખાનપાનની આદતો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે પેટની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, ખાલી પેટે ખાવાની ખાસ કાળજી લેવી જોઈએ.