ગુજરાતમાં આગામી ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ૬ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ૨૬ જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

હવામાન વિભાગની આગાહી મુજબ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Rain Lightning GIF - Rain Lightning Storm - Discover & Share GIFs

રાજ્યમાં આગામી ૨૭ જુલાઈના રોજ ૨૬ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Mumbai faces heavy rain, waterlogging, and traffic chaos; IMD forecasts  more rain throughout the day | Mumbai News - Times of India

૨૮ જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે અને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

Mumbai Rains Live Updates: City crawls as heavy rain cripples normal life;  bus, train & metro services hit - The Times of India

૨૯ જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *