હવામાન વિભાગે આજે સોમવારના દિવસે અમદાવાદ સહિત ૭ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદની સિસ્ટમ ફરી સ્કક્રિય થઈ ગઈ છે. ત્યારે રવિવાર દિવસ દરમિયાન આશરે ૨૦૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રવિવારે દિવસ દરમિયાન સૌથી વધુ ૧૦ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સોમવારના દિવસે અમદાવાદ સહિત ૭ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ સહિત આ સાત જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું રેડ એલર્ડ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ ૧૨ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ પ્રમાણે આજે ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.