ટેસ્ટ ડ્રૉઃ ભારતે આબરૂ સાચવી

ગિલ પછી જાડેજા-વૉશિંગ્ટનની પણ યાદગાર સેન્ચુરી.

IND vs ENG 4th Test: Draw Feels Like A Win! Netizens Heap Praise On  Jadeja-Washington After Dramatic Stalemate - myKhel

અહીં ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે ૩૧૧ રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા ૧૧૪ રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.

Tendulkar Hails India's Fighting Spirit At Old Trafford, Backs Team For  Series Finale On Cricketnmore

જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (૧૦૭ અણનમ, ૧૮૫ બૉલ, ૨૧૮ મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (૧૦૧ નૉટઆઉટ, ૨૦૬ બૉલ, ૨૯૮ મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ ૩૩૪ બૉલમાં ૨૦૩ રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર ૪/૪૨૫ હતો જે રન તેમણે ૧૪૩ ઓવરમાં બનાવ્યા હતા.

4th Test: Gill hits 103, Rahul makes 90 as India reach 223/4, trail England  by 88 runs

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે (૧૦૩ રન, ૨૩૮ બૉલ, ૩૭૯ મિનિટ, બાર ફોર) ડ્રૉ માટેનો પાયો નાખ્યો હતો. તેની અને કે. એલ. રાહુલ (૯૦ રન, ૨૩૦ બૉલ, ૩૦૦ મિનિટ, આઠ ફોર) વચ્ચે ૧૮૮ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

4th Test: Great to see Gill and Rahul fight it out for the rest of the  team, says Karthik

યશસ્વી અને સુદર્શન ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ ત્યાર તેમના પછી બૅટિંગ કરનાર ચારમાંથી ત્રણ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી. બ્રિટિશરોએ કુલ સાત બોલર અજમાવ્યા અને એમાં ક્રિસ વૉક્સ (૨૩-૪-૬૭-૨) સૌથી સફળ હતો.

India vs England Test Match: Day 3 Highlights - Pragativadi I Latest Odisha  News in English I Breaking News

ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ સિરીઝમાં ૨-૧ થી આગળ છે. હવે ૩૧ મી જુલાઈથી ઓવલમાં છેલ્લી ટેસ્ટ રમાશે જે જીતીને ભારતીયોએ શ્રેણી ડ્રૉ કરાવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *