રાષ્ટ્રીય કથાકાર પૂજ્ય મોરારીબાપુના પરમસેવક, શૈક્ષણિક, આધ્યાત્મિક તથા સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાઓ આપનાર ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ સતીષચંદ્ર પટેલ કે જેઓ શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખ હોવા ઉપરાંત ચેરમેન-ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ, ભવન્સ આર.એ. કોલેજ, પ્રમુખ-ધોળકા એજ્યુકેશન સોસાયટી, , પ્રમુખ-શ્રી લાલજી મલ્હોત્રા લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પદ પર પોતાની સેવાઓ આપી રહ્યા છે .
તેઓ લકુલીશ યોગા યુનિવર્સિટીમાં પણ બોર્ડ મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ભવાની ટ્રેક્ટર, સરખેજ દ્વારા કૃષિ ઉદ્યોગ અંતર્ગત વિવિધ સાધનોનું ઉત્પાદન કરે છે. તેઓએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ખેડૂતો માટે ઓછી મહેનત અને વધુ ઉત્પાદન થાય તેવા યાંત્રિક સાધનો પણ વિકસાવ્યા છે.
કુદરતી આપત્તિ હોય કે માનવસર્જિત કોઈપણ આપત્તિના સમયે તેઓ હંમેશા પોતાના નેતૃત્વમાં સમાજના પ્રતિનિધિઓને સેવાકીય કાર્યમાં જોડતા હોય છે. તેઓ કન્યા કેળવણી તેમજ યુવા રોજગારી અંતર્ગત પણ અનેક કાર્યક્રમો અને તાલીમ વર્ગો ચલાવી ચૂક્યા છે.
આમ મુકેશભાઈ સતીષચંદ્ર પટેલે બિઝનેસ મેનેજમેન્ટ તેમજ સામાજિક સેવાઓના ક્ષેત્રે કરેલ વિશિષ્ટ સેવાઓને ધ્યાનમાં લઈને અમેરિકા સ્થિત બર્લિગટન સ્ટેટ યુનિવર્સિટી, યુ.એસ.એ. દ્વારા તેઓને માનદ ડોક્ટરેટની ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી. તેઓને આ સન્માન દિલ્હી ખાતે રશિયન કોન્સ્યુલેટ, ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ તથા શ્રીલંકન કોન્સ્યુલેટની હાજરીમાં અમેરિકન કોન્સ્યુલેટ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટરેટનું સન્માન મળતા ડો.મૂકેશભાઈની સેવાઓ અને તેમના વિચારોનો લાભ મેળવતી તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ ગૌરવ અનુભવી રહી છે.