સફરજનને ચમકદાર બનાવવા માટે ઘણા દુકાનદારો તેના પર મીણનું લેયર લગાવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં સફરજન ખાતા પહેલા તે જાણવું મહત્વપૂર્ણ છે કે તે નકલી તો નથીને…
સફરજન એકદમ સ્વાદિષ્ટ ફળ છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. આમ તો બજારમાં સફરજનની ઘણી જાતો ઉપલબ્ધ છે, પરંતુ આજકાલ અલગ વેરાયટી મળે છે. સફરજનને ચમકદાર બનાવવા માટે ઘણા દુકાનદારો તેના પર મીણનું લેયર લગાવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં સફરજન ખાતા પહેલા તે જાણવું મહત્વપૂર્ણ છે કે તે નકલી તો નથીને અને તેના પર કોઈ પણ પ્રકારનો રંગ લગાવવામાં આવ્યો છે કે નહીં.
મીણવાળા સફરજનને કેવી રીતે ઓળખવા?
તેને ગરમ પાણીથી સાફ કરો
બજારમાંથી સફરજન ખરીદ્યા બાદ તેને નવશેકા પાણીથી સાફ કરી લો. આ માટે પાણી ગરમ કરી તેમાં સફરજનને થોડી વાર માટે મૂકી દો. સફરજનની સપાટી પરથી ચીકણું કે મીણજેવું આવરણ આવવાનું શરૂ થાય તો સમજી જવું કે તેના પર મીણનું આવરણ ચડાવવામાં આવ્યું છે.
છરી વડે સ્ક્રેપ કરો
બજારમાંથી સફરજન ખરીદ્યા પછી તમે તેને હળવા હાથે છરીથી સ્ક્રેપ કરીને ચકાસી શકો છો. ઉપરથી કોઈ પણ પ્રકારનું સફેદ પડ નીકળે તો સમજી લેવું કે તેના પર મીણનું કોટિંગ કરવામાં આવ્યું છે.
