જાણો ૦૧/૦૮/૨૦૨૫ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

વૃદ્ધિતિથિ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૪ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત) રાશિ આવશે.

નક્ષત્ર : સ્વાતિ ૨૭ ક. ૪૧ મિ. સુધી પછી વિશાખા.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧૦ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ આઠમ

– વૃદ્ધિતિથિ

– દુર્ગાષ્ટમી

– વરદલક્ષ્મીવ્રત

– તિલક મહારાજની પુણ્યતિથિ

– જીવંતિકા પૂજન

મુસલમાની હિજરીસન ૧૪૪૭ સફર માસનો ૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારામદ માસનો ૨૨મો રોજ ગોવાદ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

મહિનાનો પહેલો દિવસ આજે પાંચ રાશિના જાતકો માટે રહેશે Gooddyyy Gooddyyy….

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા કોઈ પણ કામ આવતીકાલ કે બીજાના ભરોસા પર ના છોડવા જોઈએ. વિપરીત પરિસ્થિતિમાં પણ આજે તમારે ધીરજ જાળવી રાખવી પડશે. આજે તમને પ્રિયજનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જીવનસાથીને કોઈ નવી નોકરી વગેરે મળી શકે છે. આજે તમારે તમારા કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો પડી શકે છે. જો તમે કોઈ કામને લઈને પરેશાન હતા તો આજે તમારું એ કામ પૂરું થઈ શકે છે. આજે કોઈ પ્રોપર્ટી વગેરે ખરીદવા લોન વગેરે માટે અરજી કરશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી કામ કરવાનો રહેશે. આજે તમને પર્સનલ લાઈફમાં સફળતા મળશે. અમુક ઈર્ષ્યાળુ અને ઝઘડાળુ લોકો સાથે આજે તમારે સાવધ રહેવું પડશે. આજે તમારો કોઈ મિત્ર જ તમારો શત્રુ બનશે. કામના સ્થળે આજે બોસને તમે આપેલા સૂચનો ગમશે. આજે તમને તમારી મહેનતથી સારો મુકામ હાંસિલ થશે. સંતાન અભ્યાસ માટે આજે ક્યાંક બહાર જઈ શકે છે. આજે કોઈ સાથે પણ પાર્ટનરશિપ ખૂબ જ સમજી વિચારીને કરવી પડશે.

આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. અભ્યાસ પ્રત્યે આજે આ રાશિના જાતકોનો રસ વધશે. આજે તમારે તમારા ખર્ચ પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમે તમારી બુદ્ધિમત્તાથી કોઈ નિર્ણય લેશો, અને તમારા માટે એ લાભદાયી સાબિત થશે. સમાજમાં આજે લોકો તમારાથી પ્રભાવિત થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. આજે તમારે ખૂબ જ સમજી વિચારીને પૈસા ઉધાર આપવા પડશે. સાસરિયામાંથી આજે કોઈ તમને મળવા માટે આવી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. પારિવારિક વિષયમાં આજે તમારે બહારના વ્યક્તિની સલાહ ના લેવી જોઈએ. આજે નાના બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સંતાનને અભ્યાસમાં જો કોઈ સમસ્યા આવી રહી હતી તો આજે એનેણે શિક્ષકની મદદ લેવી પડશે. કોઈ નવા વાહનની ખરીદી માટે સમય અનુકૂળ છે. કોઈ દૂર રહેતાં પરિવારના સભ્ય પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા નવા કોન્ટેક્ટથી લાભ કરાવનારો રહેશે. આજે તમારા મનોબળમાં વૃદ્ધિ થશે. તમારા કામને લઈને આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. સંતાન સાથે આજે મોજમસ્તીમાં સમય પસાર કરશો. કોઈ જગ્યાએ હરવા ફરવા જવાની યોજના બનાવશો.. કોઈ જગ્યાએ નવી નોકરી માટે અરજી કરી હતી તો આજે ત્યાંથી સારા સમાચાર સાંભળવા મળશે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

કન્યા રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમારું કોઈ કામ બનતા બનતા બગડી શકે છે. તમારે તમારી વાણી પર ખાસ ધ્યાન આપવું પડશે. ભગવાન પર ભરોસો રાખો. જો તમે કોઈ જગ્યાએ જૂઠું બોલ્યા હશો તો આજે એ જૂઠાણું ઉઘડું પડી જશે. કુંવારા લોકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આવક વધારવાની તક પર આજે તમે ધ્યા આપશો, પણ એમાં તમને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં પરિવર્તન લાવવાનો રહેશે. તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આજે તમને તમારા સારા કામ માટે પુરસ્કાર વગેરે મળી શકે છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન થતાં ટ્રાન્સફર વગેરે મળશે. મોસાળ પક્ષે કોઈ આજે તમને મળવા વગેરે આવી શકે છે. જીવનસાથીને આજે તમે શોપિંગ પર વગેરે લઈ જઈ શકો છો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ કામમાં નીતિ-નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે ઘરે કોઈ અતિથિનું આગમન થઈ શકે છે. પરિવારમાં ખુશહાલી આવશે. સમસ્યાઓમાંથી પણ આજે રાહત મળતી જોવા મળી રહી છે. જો તમે કોઈ જગ્યાએથી દેવુ કર્યું હશે તો તેને ચૂકવવામાં પણ સફળતા મળી રહી છે. કમિશન પર કામ કરી રહેલાં લોકોને આજે સારો એવો લાભ થઈ રહ્યો છે. બેંકિગ ક્ષેત્રે કામ કરી રહેલાં લોકોને આજે કોઈ સારી સ્કીમની માહિતી મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સૂઝબૂઝથી કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા કામની પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આજે તમારે બીજાના કામમાં વિના કારણ બોલવાથી બચવું પડશે. આજે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો. ધન-ધાન્યમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે કોઈ મોટું જોખમ ઉઠાવવાથી બચવું પડશે. શેરબજા સાથે સંકળાયેલા લોકોને આજે નિષ્ણાતની સલાહ લઈને જ આગળ વધવું પડશે. આજે તમારી અંદર હરિફાઈનો ભાવ જોવા મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે તમે તમારા પ્રભાવ અને સત્તાનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. જો કોઈ કાનૂની બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો આજે તેનો ઉકેલ આવી શકે છે, પરંતુ એમાં તમારો ખર્ચ વધી શકે છે. કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાની યોજના બનાવશો. આજે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખો. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ-કર્મથી નામ કમાવવાનો રહેશે. મિત્રોનો સાથ-સહકાર મળી રહ્યો છે. ઉતાવળમાં આજે કોઈ પણ નિર્ણય લેશો તો એમાં ભૂલ થવાની શક્યતા છે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો. આજે પારિવારિક બાબતનો ઝડપથી ઉકેલ લાવવો પડશે. સમયનો સદુપયોગ કરવો પડશે. આજે વિના કારણ અહીંયા ત્યાં ટાઈમ પાસ કરવાથી બચવું પડશે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેવાનો છે. આજે તમારે વડીલો પ્રત્યે આદર અને સન્માન કરવું પડશે. આજે તમારા મનમાં ચાલી રહેલી મૂંઝવણ વિશે વડીલો સાથે વાત કરવી પડશે. આજે મહત્ત્વના વિષયમાં તમારે ખાસ સાવધાની રાખવી પડશે. આજે વધારે પડતાં લાભની લાલચમાં પડવાથી બચવાનો રહેશે, નહીં તો તમને નુકસાન થવાની શક્યતા છે. આજે ઉતાવળમાં કોઈ પણ કોમ્પ્રોમાઈઝ ના કરો. લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી હતી તો આજે સારા ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *