અનિયમિત ઊંઘ લેવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. હેલ્થ ડેટા સાયન્સમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો તમને પૂરતી ઊંઘ ન મળે તો ૧૭૨ રોગોનું જોખમ રહેલું છે.
ઊંઘ આપણા શરીર માટે જરૂરી છે, આરોગ્ય નિષ્ણાતો પણ ઘણીવાર ભાર મૂકે છે કે શરીરની યોગ્ય કામગીરી માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા ૬-૮ કલાક ઊંઘ લેવી જોઈએ. જોકે, અભ્યાસો દર્શાવે છે કે મોટાભાગના લોકો ૬ કલાકથી ઓછી ઊંઘ લે છે.
અનિયમિત ઊંઘ લેવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. હેલ્થ ડેટા સાયન્સમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો તમને પૂરતી ઊંઘ ન મળે તો ૧૭૨ રોગોનું જોખમ રહેલું છે.
અનિયમિત ઊંઘ લેવાથી ૧૭૨ રોગનું જોખમ
અનિયમિત ઊંઘ અભ્યાસમાં ૯૦,૦૦૦ પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમની ઊંઘની પેટર્ન અને સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ૭ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આઠ કલાકથી વધુ ઊંઘ લેવાનો દાવો કરનારા ઘણા લોકોને ખરેખર છ કલાક કે તેથી ઓછા સમયની ઊંઘ મળી હતી. આ અભ્યાસમાં તેઓ કેટલો સમય સૂતા હતા, ક્યારે સૂતા હતા, કેવું સુતા હતા અને તેમની ઊંઘની પેટર્ન જોવા મળી હતી.