ઘણા લોકો રાતે સુતા પહેલા દૂધ પીવે છે. જો કે દૂધ યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવાથી જ શરીરને ફાયદો થાય છે. આ ટેવ પેટની સમસ્યાઓ, મેદસ્વીપણું, ઉંઘમાં ખલેલ અને દાંતના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.
દૂધ એક સંપૂર્ણ આહાર છે. નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે દૂધ પીવાથી શરીર મજબૂત થાય છે. પોષક તત્વોથી ભરપૂર દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરને પોષણ મળે છે. પરંતુ દૂધ યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવાથી ફાયદો થાય છે. ઘણા લોકો રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરે છે, પરંતુ આમ કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ ટેવ પેટની સમસ્યાઓ, મેદસ્વીપણું, ઉંઘમાં ખલેલ અને દાંતના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.
આયુર્વેદ મુજબ દૂધને “સાત્વિક” ખોરાક માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તે માનસિક શાંતિ, સ્પષ્ટતા અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે. તે કેલ્શિયમ, વિટામિન ડી અને આવશ્યક એમિનો એસિડ જેવા ઘણા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે. દૂધ મજબૂત હાડકાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાત્રિભોજન પછી સૂવાના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલાં દૂધ પીવો. તેનાથી દૂધને પચાવવા માટે પૂરતો સમય મળે છે. સૂતા પહેલા તરત જ દૂધ પીવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
કેલિફોર્નિયા સ્થિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.પલાનીઅપ્પન મનિકમના જણાવ્યા અનુસાર, ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ધીમે ધીમે લેક્ટેઝ એન્ઝાઇમની ઉણપ શરૂ થઈ જાય છે, જેના કારણે તેમનું શરીર દૂધ પચાવવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, દૂધનું સેવન રાત્રે સૂવાના લગભગ એક કલાક પહેલા કરવું જોઈએ.
સૂતા પહેલા દૂધ પીવું શા માટે સારું છે?
આયુર્વેદ મુજબ રાત્રે દૂધ પીવાથી “ઓજસ” નામની પાચનક્રિયા સારી થાય છે.ઓજસને શરીરમાં ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિનો સાર માનવામાં આવે છે. તેથી સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી મન શાંત થાય છે અને સારી અને સ્વસ્થ ઉંઘ લેવામાં મદદ મળે છે. ખાસ કરીને રૂમેટોઈડ આર્થરાઈટિસ ધરાવતા લોકો માટે દૂધ અનિદ્રા અને ચિંતા જેવી સમસ્યાઓ ઘટાડે છે. દૂધમાં રહેલા એમિનો એસિડ ટ્રિપ્ટોફન, સેરોટોનિન અને મેલાટોનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
હળદરવાળું દૂધ પીવાના ફાયદા
હેલ્થ એક્સપર્ટના મતે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું સારું છે. હળદરમાં હાજર કરક્યૂમિનમાં શક્તિશાળી એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે. હળદરવાળા દૂધમાં હાજર ટ્રિપ્ટોફન અને મેલાટોનિન સારી ઉંઘમાં મદદ કરે છે. તે અપચો અથવા ગેસના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. હળદરમાં હાજર કરક્યુમિન ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેના એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં અને સાંધાના દુખાવાને સરળ બનાવવામાં મદદ કરે છે. તેના એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફ સામે લડવામાં મદદ કરે છે.
દૂધ કેવી રીતે પીવું જોઈએ?
દૂધ હંમેશા નવશેકું પીવું જોઈએ. કાચું દૂધ પેટ ભારેપણાનો અહેસાસ કરાવે છે અને પચવામાં તકલીફ પડે છે. દૂધને ઉકાળતી વખતે તેમાં સરખા પ્રમાણમાં પાણી નાખીને દૂધની માત્રા ઓછી થાય ત્યાં સુધી ફરી ઉકાળો. તે દૂધન ઘટ્ટપણાને ઓછું કરશે અને પચવામાં સરળ બનાવશે. આયુર્વેદ મુજબ વાત્ત દોષ ધરાવતા લોકો એલચી, તજ, આદુ જેવા મસાલા નાખી શકે છે. પિત્ત દોષવાળા લોકો ઠંડુ દૂધ અથવા ઠંડી જડીબુટ્ટીઓ સાથે ઉકાળેલું દૂધ પી શકે છે. કફ દોષ ધરાવતા લોકોએ દૂધનું સેવન મર્યાદિત કરવું જોઈએ, પરંતુ મર્યાદિત માત્રામાં તેઓ મસાલા નાંખેલું ગરમ દૂધ પી શકે છે. આ ઉપરાંત હંમેશા ધ્યાન રાખો કે સૂતા પહેલા તરત જ દૂધ ન પીવું. સૂવાના સમયે લગભગ એક કલાક પહેલાં દૂધ પીવો.
દૂધ પીવાનું કોણે ટાળવું જોઈએ?
લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકોને દૂધ પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને ડાયેરિયા જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે. તેઓએ દૂધ પીવાનું ટાળવું જોઈએ અથવા લેક્ટોઝ-ફ્રી દૂધનું સેવન કરવું જોઈએ. આ સિવાય માછલી, માંસ, મૂળા અને ખાટાં ફળો જેવા કેટલાક અન્ય ખોરાક સાથે દૂધને ટાળવું જોઈએ. આનાથી અપચો થઈ શકે છે.