નિષ્ણાતોના મતે ઇયરબડ્સ અને હેડફોન ઇન્ફેક્શનના વધુ પડતા ઉપયોગથી સાંભળવાની શક્તિ ઘટી શકે છે અને કાયમી નુકસાન પણ થઈ શકે છે.
આજના ડિજિટલ લાઈફસ્ટાઈલમાં ઈયરબડ્સ અને હેડફોન આપણી દિનચર્યાનો હિસ્સો બની ગયા છે. લોકો મ્યુઝિક સાંભળતા, કોલ કે ઓનલાઇન મીટિંગ કરવાની સાથે-સાથે અવર-જવર કરતી વખતે દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેની સીધી અસર કાન પર પડે છે. લાંબા સમય સુધી અથવા ખોટી રીતે ઇયરબડ્સ અને હેડફોનનો ઉપયોગ કરવાથી કાનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આના કારણે માત્ર ઘણા ઇન્ફેક્શન જ નથી થતા પરંતુ બહેરાશનું કારણ પણ બની શકે છે. નિષ્ણાતોના મતે ઇયરબડ્સ અને હેડફોન ઇન્ફેક્શનના વધુ પડતા ઉપયોગથી સાંભળવાની શક્તિ ઘટી શકે છે અને કાયમી નુકસાન પણ થઈ શકે છે.
ઑડિયોલોજિસ્ટ ઉજ્જવલ સિન્હાના જણાવ્યા મુજબ આજના સમયમાં લોકો ઇયરબડ્સ અને હેડફોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ઘણા લોકો આખો દિવસ મોટેથી ગીતો સાંભળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ૧૦૦ ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સુરક્ષિત છે, જે લોકો આ વોલ્યુમથી વધુ કંઇ પણ ગાતા કે સાંભળતા હોય છે તે કાનને અસર કરી શકે છે, જે લોકો ૧૩૦ ડેસિબલ્સ કે તેથી વધુના અવાજમાં ગીતો સાંભળે છે અથવા વાત કરે છે, તેમના કાનમાં દુખાવો થાય છે. કારણ કે કાનના પડદા પર અવાજના કંપનથી અસર થાય છે અને કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. લાંબા સમય સુધી આવું થાય તો કાયમી શ્રવણશક્તિ ગુમાવી શકે છે.
ચેપનું જોખમ
ઇયરબડ્સ કાનની અંદર ફિટ થાય છે અને હવાની ગતિને અટકાવે છે. આના કારણે પરસેવો અને ભેજ અંદર ફસાઈ જાય છે. તે બેક્ટેરિયા અને ફૂગના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. આનાથી ઓટાઇટિસ એક્સટર્ના જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેમાં કાનમાં દુખાવો, ખંજવાળ અને સોજો આવવા લાગે છે. આ સિવાય તમારે ક્યારેય કોઈ બીજાના ઈયરબડ્સનો ઉપયોગ ન કરવો જોઈએ, આનાથી કાનના ચેપનું ટ્રાન્સફર થઈ શકે છે.
સતત તેજ અવાજમાં સાંભળવું
ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર જો ૬૦ ડેસિબલથી ઉપરના અવાજમાં લાંબા સમય સુધી સાંભળવામાં આવે તો કાનના કોષોને નુકસાન થઈ શકે છે. આનાથી સાંભળવાની ક્ષમતામાં કાયમી ઘટાડો થઈ શકે છે. આ સમસ્યા હવે યુવાનોમાં ઝડપથી વધી રહી છે, કારણ કે તેઓ કલાકો સુધી મોટા અવાજમાં સંગીત કે વીડિયો સાંભળે છે. જો આ ડિવાઇસનો અવાજ ૮૦ ડેસિબલ્સ સુધી રાખવામાં આવે તો તેનો ઉપયોગ દિવસના ૬ થી ૭ કલાક સુધી કરી શકાય છે, પરંતુ જો કાન ગરમ થાય, દર્દ થાય અથવા વિચિત્ર અવાજ આવે છે તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
૫૦/૬૦ ના નિયમને અનુસરો
ઑડિયોલોજિસ્ટ ઉજ્જવલ સિન્હાના જણાવ્યા અનુસાર ઇયરબડ્સ કે હેડફોનનો ઉપયોગ કરવા માટે ૬૦/૬૦ ના નિયમનું પાલન કરવું યોગ્ય સાબિત થઇ શકે છે. ૬૦/૬૦ એટલે કે દરરોજ ૬૦ મિનિટ સુધી તેનો ઉપયોગ કરો અને આ સમય દરમિયાન ઇયરબડ્સ અથવા હેડફોનનો અવાજ ૬૦ % ઓછો રાખો. જો તમે આ નિયમનું પાલન કરશો તો કાન પર વધુ દબાણ નહીં આવે અને કાનનું રક્ષણ પણ રહેશે.