પ્રેમાનંદ મહારાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કર્મ ભાગ્યથી મોટું છે. આ સાથે જ તેઓ કહે છે કે, કર્મયોગથી ભાગ્ય બદલી શકાય છે.
પ્રેમાનંદ મહારાજ તેમના સરળ શબ્દોમાં આધ્યાત્મિક ઉપદેશ દ્વારા લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. પ્રેમાનંદ મહારાજ સત્સંગ વાર્તાલાપ દ્વારા લોકોના સવાલ સાંભળે છે અને તાર્કિક જવાબ આપે છે. પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો કરોડો ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજના ઘણા વીડિય વાયરલ થયા છે, જેમા તેઓ લોકોને માર્ગદર્શન આપે છે અને સાચી દિશા બતાવે છે.
પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે કર્મ મોટું કે ભાગ્ય? આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે, આપણે અત્યારે જે કરી રહ્યા છીએ તે કર્મ છે અને જે કર્મો આપણે ભૂતકાળમાં કર્યા છે તે ભાગ્ય બનાવે છે. જે તમે પાછળથી ભોગવશો. આ સાથે જ મહારાજ કહે છે, ભાગ્ય ચમકાવવા માટે કર્મ કરવું પડે છે. સુખ-દુઃખ, પાપ અને પુણ્ય તો લખાઈ જ ગયા છે. તેને ભાગ્ય કહેવાય. તેમજ અત્યારે આપણે જે કર્મ કરી રહ્યા છીએ. સાથે જ મહારાજે કહ્યું કે કર્મયોગથી ભાગ્ય બદલી શકાય છે.
આ સાથે જ એક ભક્તે મહારાજજીને પૂછ્યું કે, લોકો ખૂબ પૂજા કર્યા પછી પણ કેમ દુઃખી રહે છે. તેના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, ઘણીવાર જે લોકો પૂજા કરે છે, તેમના જીવનમાં ઘણા બધા ભૌતિક સુખ સંપત્તિ આવશે, જેના કારણે તમારો માર્ગ અટકશે અથવા તો ઘણી મુશ્કેલીઓ આવશે, જેના કારણે તમે તમારી પૂજા પાઠ છુટી જશે.