ઝૂકેગા નહીં સાલા

દુનિયાના ૯૦ થી વધુ દેશમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા નવા ટેરિફના દરની અમલવારી શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ જુલાઈ મહિનાના અંતમાં ભારત પર ૨૫ % ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ છઠ્ઠી ઓગસ્ટના અમેરિકાએ ભારત પર પેનલ્ટીના ભાગરૂપે વધુ ૨૫ % ટેરિફ જીક્યો હતો. જેથી ભારત પર હવે કુલ ૫૦ % ટેરિફ અમેરિકાને ચૂકવશે. જોકે, ભારત સિવાય અન્ય દેશો પર પણ ટેરિફમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ભારત સહિત એવા કુલ પાંચ દેશ છે, જે ટ્રમ્પના ટેરિફનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે ચીને પણ ભારતની પડખે રહીને કહ્યું હતું કે ચીન અગાઉથી ટેરિફના વધારા મુદ્દે અમેરિકાનો વિરોધ કર્યો છે અને અમારું વલણ સ્પષ્ટ અને મક્કમ છે.

Indian farmers may be ruined by zero tariff; Trump's claim - India is  ready, will Modi government bow down | Bhaskar English

ભારત સિવાયના ક્યા ૪ દેશ પર ટેરિફનું ભારણ

અમેરિકાએ ભારત સિવાય ચીન, કેનેડા, બ્રાઝિલ, કેનેડા, દક્ષિણ આફ્રિકા પર વધારે ટેરિફ લાદ્યો હતો. અમેરિકા દ્વારા ચીન પર ૫૧ %, બ્રાઝિલ પર ૫૦ %, કેનેડા પર ૩૫ % અને દક્ષિણ આફ્રિકા પર ૩૦ % ટેરિફ લાદવામાં આવ્યો છે. જેમ ભારત પર વધારે ટેરિફ લાદવા પાછળ અમેરિકાએ રશિયા સાથેના ક્રૂડ ઓઇલના વેપારનું કારણ આપ્યું છે તેમ બાકીના ચાર દેશ પર વધારે ટેરિફ લાદવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે.

Will India tariff woes be Trumped by RBI response? - The Economic Times

બ્રાઝિલ પર પચાસ ટકા ટેરિફ શા માટે લગાવ્યો?

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ (trade war) ખૂબ જ ઉગ્ર બન્યું હતું. અમેરિકાએ ચીન પર ઊંચા ટેરિફ લાદ્યા હતા, જેના બદલામાં ચીને પણ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા છે. આ વેપાર યુદ્ધના મુખ્ય કારણો ચીનની સરકારી કંપનીઓને મળતી સબસિડી, ટેકનોલોજીનું ટ્રાન્સફર, અને પેટન્ટ અધિકારોની સુરક્ષા જવાબદાર છે. ટ્રમ્પે બ્રાઝિલ પર પણ વેપાર ખાધ (trade deficit) અને સરકારના આંતરિક મુદ્દાઓને કારણે ટેરિફ લાદ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સામે સરકાર દ્વારા બળપ્રયોગના આરોપો પણ આ તણાવનું એક કારણ હતું.

Will raise tariff substantially in 24 hours': Donald Trump fires fresh  salvo; says India 'not good trading partner' - Times of India

પડોશી રાષ્ટ્ર કેનેડા પર પણ ટેરિફ લગાવ્યો

કેનેડા પર ટેરિફ લાદવા પાછળ ટ્રમ્પે બે મુખ્ય કારણો દર્શાવ્યા હતા: એક તો કેનેડાનું પેલેસ્ટાઇનને એક અલગ દેશ તરીકે સમર્થન છે. અમેરિકામાં ડ્રગ સપ્લાય (ફેન્ટાનાઇલ)ને નિયંત્રિત કરવા માટે પૂરતા પગલાં ન લેવા. એ બીજું કારણ છે. અમેરિકાએ દક્ષિણ આફ્રિકા પર પણ વેપાર ખાધ અને ચીન, રશિયા અને ઈરાન સાથેની તેની મિત્રતાને કારણે ટેરિફ લાદ્યો છે.

Donald Trump Tariffs News Highlights: US unleashes revised global tariffs-  Trade deficit, security cited in executive order; 68 countries, 27-member  EU face hikes - The Times of India

ટેરિફ બોમ્બ સામે ભારતની પડખે આવ્યું ચીન

અમેરિકાએ લાદેલા ટેરિફના બદલામાં ચીને પણ અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ વધારી દીધો છે, પરંતુ ભારત આવો નિર્ણય લઈ શકે તેમ નથી. જોકે, ચીને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફની નિંદા કરી છે. ચીનના સરકારી અહેવાલમાં જણાવાયું છે કે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને તેઓને શાનદાર મિત્ર ગણાવ્યા હતા. પરંતુ કેટલાક મહિનાઓ બાદ વેપારની વાટાઘાટો નિષ્ફળ ગઈ અને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં અવરોધ ઊભો થયો હતો.

Trump tariffs | Tariffs target 69 countries in Donald Trump's new trade  order, India hit with 25% - Telegraph India

મહાન મિત્ર બની શકે પણ આજ્ઞાકારી બની રહેવું પડે

અમેરિકાની ટીકા કરતા લખવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપ ભારત પર રશિયા સાથે વેપાર કરવાનો આરોપ લગાવે છે, પરંતુ આ બંને દેશો રશિયા પાસેથી મોટી આયાત કરે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડિયમ અને રિફાઇન્ડ તેલની આયાત કરે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું એ ભારતની ભૂલ છે કે પછી અમેરિકાના આદેશનું પાલન ન કરવું એ ભૂલ છે? આ ટેરિફના વિવાદ પાછળ એક કઠોર ચેતવણી છૂપાયેલી છે કે, ભારત એક મહાન મિત્ર બની શકે છે, પરંતુ માત્ર એક શરત પર, કે તેણે આજ્ઞાકારી બનીને રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *