આજનુ પંચાંગ

રક્ષા બંધન

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ, સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૦ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મ રાશિ : મકર (ખ. જ.) રાતના ૨ ક. ૧૧ મિ સુધી પછી કુંભ (ગ. સ. શ. ષ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૧૪ ક. ૨૪ મિ. સુધી પછી ઘનિષ્ઠા
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, શુક્ર- મિથુન, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મકર રાતના ૨ ક. ૧૧ મિ. સુધી પછી કુંભ, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૯-૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧, અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ ૧૮ વ્રજ માસ : શ્રાવણ
માસ- તિથિ- વાર : શ્રાવણ સુદ પુનમ.
– રક્ષાબંધન
– શ્રાવણી પૂર્ણિમા
– ઋક્- યજુ- અથર્વ, હિરણ્યકેસરી, તૈતરીય શાખા શ્રાવણી
– કોકીલા વ્રત સમાપ્ત
– અમરનાથ યાત્રા સમાપ્ત
– બુધ ઉદય (પૂ)
– ઝૂલનયાત્રા સમાપ્ત
– બલભદ્ર પૂજા (ઓરિસ્સા)
– અવની જયંતી (દ.ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સફર માસનો ૧૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૩૦મો રોજ અનેસન

મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે રક્ષાબંધનનો દિવસ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. કોઈ શારીરિક સમસ્યા સતાવી શકે છે. આજે મનમાં કોઈ કારણે ચિંતા અને તાણ બંને અનુભવાશે. જે પણ કામમાં આજે હાથ નાખશો તેમાં સફળતા મળશે. કામના સ્થળે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવી યોજનાઓમાં રોકાણ કરશો, પણ એનો લાભ તરત જ નહીં મળે સમાજસેવા વગેરેમાં પણ રસ વધી રહ્યો છે. બિઝનેમાં વૃદ્ધિ થશે. આવક વધશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.
વૃષભ રાશિના જાતકોને આજે બિઝનેસ માટે કોઈ જગ્યાએ મુસાફરી પર જવું પડી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકો આજે કામ સંબંધિત કોઈ ટૂર પર જઈ શરે છે. આજે નવા નવા લાભના મોકા હાથમાં આવી રહ્યા છે. નોકરીમાં અનુકૂળતા વધી રહી છે. વેપારમાં આજે વૃદ્ધિ થશે. કામમાં કોઈ મોટો અવરોધ આવી શકે છે. ઉતાવળમાં કોઈ કામ કરશો તો આજે એ કામ બગડી રહ્યા છે. કોઈને ઉધાર પૈસા આપ્યા હશે તો તે પાછા મળી શકે છે.
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. બિઝનેસ પણ સારી રીતે આગળ વધી રહ્યો છે. પ્રવાસ દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લો. આજે અણધાર્યા ખર્ચ તમારી સામે આવી શકે છે. માનસિક તાણ અને ચિંતાનો અનુભવ થશે. વાણી પર આજે ખાસ નિયંત્રણ રાખવું પડશે. બીજાના કામમાં દખલગિરી ના કરો. આજે તમારા કામમાં કોઈને કોઈ કારણસર વિલંબ થઈ શકે છે.
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ કરાવનારો રહેવાનો છે. બિઝનેસ માટે કરેલી કોઈ યાત્રા સફળ રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે. આજે કોઈ શારીરિક સમસ્યા તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. પાર્ટનરનો સંપૂર્ણ સાથ-સહાક મળી રહ્યો છે. લેવડ-દેવડમાં આજે બિલકુલ ઉતાવળ ના કરો.
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈ પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેશો. આ સમયે રોકાણ કરશો તો ભવિષ્યમાં તેનાથી લાભ થશે. વેપાર એકદમ ઠીકઠાક રહેશે. આજે તમારા શત્રુઓને તમે સૂઝબૂઝથી પરાસ્ત કરી શકશો. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આજે તમે કોઈ જોખમ ઉઠાવવાનું સાહસ ખેડશો.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમારે તમારી કિંમતી વસ્તુઓને ખૂબ જ સાચવીને રાખવી જોઈએ. નોકરી કરી રહેલાં લોકોના ઉપરી અધિકારી આજે તેમના કામથી ખુશ રહેશે. કોઈ મોટું કામ કરવાની યોજના આજે બનાવશો. બિઝનેસમાં પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારી આવકમાં અનિશ્ચિતતા જોવા મળશે. મોસાળ પક્ષે આજે કોઈ સાથે બોલાચાલી કે અણબનાવ થઈ શકે છે. પારિવારિક સમસ્યાઓનો શાંતિથી બેસીને ઉકેલ લાવવો પડશે. ચિંતા અને તાણ અનુભવાશે. આજે તમને કોઈ કારણસર થોડી વધારે ભાગદોડ કરવી પડી શકે છે. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. વિવાદને વધારશો નહીં. બની રહેલાં કામમાં અવરોધ આવશે.
વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં આજે ખુશીઓનું આગમન થશે. આજે આ રાશિના જાતકોને વેપારમાં પારાવાર લાભ થઈ રહ્યો છે. આજે તમને કોઈ આનંદોસ્તવમાં ભાગ લેવાનો મોકો મળશે. મનપસંદ ભોજનનો પૂરેપૂરો આનંદ ઉઠાવશો. લેવડ-દેવડમાં આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. શત્રુઓ આજે તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે, પણ તમારે એમને રોકવા પડશે.
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કારોબારમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોના અધિકાર અને પ્રતિષ્ઠામાં આજે વધારો થઈ રહ્યો છે. આજે તમારી અંદર હરિફાઈનો ભાવ જોવા મળશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. આજે તમે કોઈ સ્થાયી પ્રોપર્ટીની ખરીદી કે વેચાણની યોજના બનાવળો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી રહી છે.
મકર રાશિના જાતકોનો આજનો દિવસ ચિંતા અને તાણમાં વધારો લઈને આવી રહ્યો છે. આજે પાર્ટનર સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમારી નાનકડી લાપરવાહી પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ જૂની બીમારી આજે તમારા માટે માથાનો દુઃખાવો બનશે. વાણી પર આજે ખાસ નિયંત્રણ રાખવું પડશે. આજે તમારા ધાર્યા કામમાં અણધાર્યા વિઘ્નો આવશે અને તમારા કામ લંબાતા રહેશે.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુકનિયાળ રહેશે. કારોબારમાં આજે વૃદ્ધિ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોના ઉપરી અધિકારી આજે તમારાથી ખુશ રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ આ સમયે પૂરા થઈ રહ્યા છે. કોઈ પારિવારિક સમસ્યા તમારા માટે ચિંતાનું કારણ બનશે. આજે કોઈ અનિચ્છનિય ઘટના થશે. શત્રુઓથી સાવધ રહો. કોઈ કાયદાકીય સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે.
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સુખ-શાંતિ લઈને આવી રહ્યો છે. આજે કુંવારા લોકોના વિવાહ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લાગી શકે છે. આજે તમારે ખોટી સંગતમાં ફસાતા બચવું પડશે. તમારી ચિંતામાં વૃદ્ધિ થઈ રહી છે. કોર્ટ કચેરીના કેસમાં પણ ચૂકાદો તમારી તરફેણમાં આવશે. આજે વાણી પર ખાસ નિયંત્રણ રાખો. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
