સ્મૃતિ ઈરાનીએ ૨૫ વર્ષ બાદ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે અને લોકોના ફેવરિટ શો સાથે કમબેક કરીને ધૂમ મચાવી દીધી છે. અત્યારસુધી અનુપમ તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા વગેરે શો ટીઆરપી પાર નંબર વન રહ્યા હશે ત્યારે ૨૫ વર્ષ બાદ ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨′ શો આવી અને આવતાની સાથે જ નંબર ૧ પર કબ્જો કરી લીધો છે. એક તરફ, તેમનો શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’ પ્રસારિત થતાં જ ધૂમ મચાવી રહ્યો છે. બીજી તરફ, સ્મૃતિ ઈરાનીના ચાહકો તેમને ફરી એકવાર નાના પડદા પર જોઈને ખૂબ જ ખુશ છે. પહેલા જ અઠવાડિયામાં, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’ એ ટીઆરપી ની દ્રષ્ટિએ અનુપમા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને પાછળ છોડી દીધા છે. સ્મૃતિનો આ શો નંબર ૧ પર આવી ગયો છે. આ સાથે, સ્મૃતિ ઈરાની હવે ટીવીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી પણ બની ગઈ છે.સ્મુર્તિ ઈરાનીની એક એપિસોડની ફી સાંભળીને પણ તમે ચોંકી જશો.
‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી-૨ સાથે સ્મૃતિ ઈરાનીએ ટીવી પર વાપસી કરી છે. આ શોએ ફરી એકવાર નાના પડદા પર પોતાની છાપ છોડી છે અને આ સાથે સ્મૃતિ ઈરાની તુલસી વિરાણીના પાત્રમાં દર્શકોની પ્રિય પણ બની ગઈ છે. તે જ સમયે, તેની રેકોર્ડબ્રેક કમાણીની પણ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કમાણીની બાબતમાં, તેણે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સ્મૃતિ ઈરાની શો “ક્યુંકી સાસ ભી કભી બહુ થી ર’ના દરેક એપિસોડ માટે 14 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે, જેના કારણે તે ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ છે.
આ શોના ૧૫૦ એપિસોડ ટેલિકાસ્ટ થવાના છે, તેથી સ્મૃતિ ઈરાની ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી-૨’થી ૨૧ કરોડની મોટી રકમ કમાશે. સ્મૃતિ ઈરાનીએ બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ મોટી ફીના મામલે પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણ માટે દીપિકાને ૧૫ કરોડ રૂપિયા ફી તરીકે મળ્યા હતા. તે જ સમયે, સ્મૃતિ ઈરાની કયુંકી સાસ ભી કભી બહુ થી માટે ૨૧ કરોડ રૂપિયા કમાશે.