૭ ઓગસ્ટના રોજ કેનેડામાં લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માના ‘કેપ્સ કાફે’ પર ફરી ગોળીબાર થયો. બંદૂકધારીઓએ એક પછી એક ૨૫ રાઉન્ડ ગોળીબાર કર્યો. તમને જણાવી દઈએ કે ૩૦ દિવસમાં કિપલ શર્માના કાફેમાં આ બીજી વખત ગોળીબાર થયો છે. કપિલ શર્માનું ‘કેપ્સ કાફે’ બ્રિટિશ કોલંબિયામાં આવેલું છે. અહેવાલો અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી ઢિલ્લોને આની જવાબદારી લીધી છે.
તમને જણાવી દઈએ કે ફેસબુક પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ દ્વારા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી ઢિલ્લોને આ હુમલાની જવાબદારી લીધી છે અને આ સાથે, તેમણે કપિલ શર્માને ચેતવણી પણ આપી છે. ‘જય શ્રી રામ, સત શ્રી અકાલ… ગોલ્ડી ઢિલ્લોન, લોરેન્સ બિશ્નાઈ ગેંગ આજે સરેમાં કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલા ગોળીબારની જવાબદારી લે છે. અમે ફોન કર્યો હતો, પરંતુ રિગ સંભળાઈ ન હતી, તેથી કાર્યવાહી કરવી પડી. જો હજુ પણ રિંગ ન સંભળાય તો ટૂંક સમયમાં મુંબઈમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.’ ‘જે સલમાન સાથે કામ કરશે તે મરશે…’, આ પોસ્ટ પછી, કપિલ શર્માનો પરિવાર અને મિત્રો બધા ચિતામાં છે.
મુંબઈ પોલીસ આ પોસ્ટ ક્યાંથી બનાવવામાં આવી છે તેની પુષ્ટિ અને સત્યતાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને ૧૦ જુલાઈના રોજ, કાફેમાં ગોળીબાર થયો હતો, જેમાં લડ્ડી ગેંગનું નામ સામે આવ્યું હતું, જે પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંબંધિત છે.