ભારતીય વાયુસેના (IAF) ના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના S-૪૦૦ મિસાઇલ સિસ્ટમે હાલમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના ૫ લડાકુ વિમાનને તોડી પાડ્યા હતા.
ભારતીય વાયુસેના (IAF) ના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના S-૪૦૦ મિસાઇલ સિસ્ટમે હાલમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના ૫ લડાકુ વિમાનને તોડી પાડ્યા હતા. આ ઉપરાંત 300 કિલોમીટરના અંતરેથી એક એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ/ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ (AEW&C/ELINT) વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું.
તેમણે એ પણ માહિતી આપી હતી કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે જેકબાબાદમાં પાર્ક કરેલા કેટલાક F-૧૬ વિમાન અને ભોલારી એર બેઝ પર એક AEW&C ને તોડી પાડવામાં આવ્યા હતા.
એર ચીફ માર્શલ એપી સિંહના જણાવ્યા અનુસાર ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે S-૪૦૦ નો ઉપયોગ કર્યો હતો. તે રશિયા પાસેથી ખરીદેલી એક અદ્યતન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જે ૪૦૦ કિલોમીટર સુધીના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.