ભારત: પાકિસ્તાનમાં ‘સાયલન્ટ તખ્તા પલટો’ સૈન્ય પાસે જ અસલી પાવર

પાકિસ્તાનના ફિલ્ડમાર્શલ આસિમ મુનીરે ભારત જ નહીં અડધી દુનિયાને લઈને ડૂબવાનો દાવો કર્યા પછી ભારતે સોમવારે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનના આર્મી પ્રમુખ આસીમ મુનીરનું નિવેદન જ દર્શાવે છે કે પડોશી દેશમાં સાયલન્ટ તખ્તાપલટ થઈરહ્યો છે. પાકિસ્તાનમાં લોકતંત્રની કોઈ વ્યવસ્થા નથી ત્યાં સૈન્ય પાસે જ અસલી પાવર છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારો ખોટા હાથોમાં જઈ શકે છે. 

દુનિયાના દેશોએ આ અંગે ચિંતા કરવી જોઈએ. ભારતને પરમાણુ ધમકી આપવી એ પાકિસ્તાનની આદત થઈ ગઈ છે. પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી અમેરિકા જેવા કોઈ ત્રીજા દેશમાંથી આપી હોય તેવું પહેલી વખત બન્યું છે. અમેરિકાના સમર્થનના કારણે જ મુનીર આવી હિંમત કરી શકે છે.

One month since Pahalgam terror attack: Jairam Ramesh slams govt as  terrorists remain at large | Bhaskar English

વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે પરમાણુ હથિયારોની ધમકીથી ભારત પાછીપાની નહીં કરે અને દેશની સુરક્ષા માટે તમામ યોગ્ય પગલા ભરતું રહેશે. ભારત વિરોધી આ નિવેદન મિત્રતા ધરાવતા ત્રીજા દેશમાંથી આપવામાં આવ્યું જે વધુ દુ:ખદ બાબત છે. ભારતે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદને આક્રામક જવાબ આપવામાં આવશે. દેશની સુરક્ષા માટે જે યોગ્ય લાગે તે પગલા લેવામાં આવશે.

વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનને અમેરિકાનું સમર્થન હોય ત્યારે તેનો અસરી ચહેરો સામે આવવા લાગે છે અને તે તેનું આક્રમક વલણ ઉજાગર કરવા લાગે છે. પાકિસ્તાનમાં લોકતંત્ર હાલ નામનું જ રહ્યું છે. આસિમ મુનીર ગમે ત્યારે સાયલન્ટ અથવા ખુલ્લેઆમ તખ્તાપલટ કરી શકે છે. આ રીતે તેઓ ફિલ્ડ માર્શલમાંથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે.

વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં પરમાણુ હથિયારોની સુરક્ષા જોખમમાં છે. આ હથિયારો ગમે ત્યારે આતંકીઓના હાથમાં જઈ શકે છે. 

એપ્રીલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો હતો જેના થોડા દિવસો પહેલા જ આસિમ મુનીરે કાશ્મીર મુદ્દે ઉઠાવ્યો હતો હવે ફરી એ જ પ્રકારનું નિવેદન આપ્યું છે. પોતાના સંબોધનમાં મુનિરે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી, પરંતુ એક અધુરો આંતરરાષ્ટ્રીય એજન્ડા છે. કાયદા-એ-આઝમે કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે.

આ સિવાય ભારત વિરુદ્ધ ઝેર ઓકવા જતાં આસીમ મુનીર પરોક્ષ રીતે ભારતની પ્રશંસા અને પાકિસ્તાનની ટીકા કરી બેઠા હતા. તેમણે ભારતની સરખામણી ચમકતી મર્સિડીઝ અને પાકિસ્તાનની કચરાથી લદાયેલા ટ્રક સાથે કરી હતી. મુનીરે કહ્યું કે, હું સાધારણ શબ્દોમાં સ્થિતિનું વર્ણન કરવા જઈ રહ્યો છું. ભારત હાઈવે પર દોડતી ચમકતી મર્સિડીઝ અથવા ફરારીની જેમ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન એક ડમ્પિંગ ટ્રક સમાન છે. ટ્રક કારને ટક્કર મારે તો વધુ નુકસાન કોને થાય? હકીકતમાં મુનીર પાકિસ્તાનને શક્તિશાળી દેશ તરીકે બતાવવા ગયા હતા, પરંતુ આ નિવેદન કરીને ઉલટાનું તે ટ્રોલ થઈ ગયા હતા.

એક દિવસ અગાઉ જ પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ મુનિરે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ હુમલો કરવા સક્ષમ છે. હવે તેણે કાશ્મીરનો મુદ્દો છેડયો છે. આ બન્ને નિવેદન તેણે અમેરિકામાં આપ્યા છે. જ્યારે ભારતે પણ તેનો આક્રામક જવાબ આપ્યો છે. 

પાક. ફરી એક વખત તંગદિલી વધારવાના પગલાં ભરી રહ્યું છે

પાકે. ભારતીય ડિપ્લોમેટ્સ માટે પાણી, ગેસ, અખબાર બંધ કરી દીધા

– પાક.ની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ઇશારે ભારતીય રાજદૂતોને હેરાન કરવામાં આવી રહ્યાં છે

નવી દિલ્હી : પાકિસ્તાન ફરી એક વખત તંગદિલી વધારનારા પગલાં ભરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સ માટે અખબાર, ગેસ અને સ્વચ્છ પાણી જેવી સુવિધાઓ પર રોક લગાવવામાં આવી છે. જો કે આ અંગે સરકાર તરફથી સત્તાવાર રીતે કંઇ પણ જણાવવામાં આવ્યું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની રાજધાનીમાં કામ કરી રહેલા ભારતીય ડિપ્લોમેટ્સના કામ અને જીવનને મુશ્કેલ બનાવવા માટે આ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. 

મીડિયા રિપોર્ટમાં ટોચના સરકારી સૂત્રોેના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે પાકિસાતનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ઇશારે ડિપ્લોમેટ્સને હેરાન કરવામાં આવી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એસએનજીપીએલ એટલે કે સુઇ નોર્દન ગેસ પાઇપલાઇન લિમિટેડની તરફથી ભારતીય હાઇ કમિશનના પરિસરમાં પાઇપલાઇન લગાવી દેવામાં આવી છે. જો કે જાણીજોઇને પુરવઠો રોકી દેવામાં આવ્યો છે. 

પાકિસ્તાની અધિકારીઓએ ગેસ સિલિન્ડરનો સપ્લાય કરનારાઓને પણ ભારતીય સ્ટાફને સિલિન્ડર ન આપવાના નિર્દેશ આપ્યા છે. 

રિપોર્ટ અનુસાર ભારતીય હાઇ કમિશનની તરફથી જે સપ્લાયરને સ્વચ્છ પાણીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેને પણ ડિલિવરી આપવાથી રોકવામાં આવી રહ્યો છે. જેના કારણે ભારતીય સ્ટાફ મુશ્કેલીમાં છે કારણકે નળનું પાણી પીવા માટે સુરક્ષિત નથી. 

તમામ ન્યૂઝ પેપર સપ્લાયરને ભારતીય હાઇ કમિશનમાં અખબાર આપવાથી રોકી દેવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ અધિકારીઓને પ્રિન્ટ મીડિયાથી દૂર કરી સ્થાનિક માહિતીથી વંચિત રાખવાનો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *