રોજ આલ્કલાઇન પાણી પીવાથી શરીરમાંથી હાનિકારક તત્વો સરળતાથી દૂર થઇ જાય છે, જેનાથી ત્વચા પણ ચમકદાર બને છે.
લોકો શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે સામાન્ય પાણી પીવે છે. જોકે આજના સમયમાં લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે અલગ અલગ પ્રકારના ડ્રિંક્સ લેવા લાગ્યા છે. તેમાંથી એક છે અલ્કલાઇન વોટર. તમે સામાન્ય પાણીના બદલે તેનું સેવન પણ કરી શકો છો.
અલ્કલાઇન વોટર એટલે શું?
અલ્કલાઇન પાણીને અલ્કલાઇન વોટર પણ કહેવામાં આવે છે. સામાન્ય પાણીનું પીએચ સ્તર ૭ ની આસપાસ હોય છે, જ્યારે આલ્કલાઇન પાણીનું પીએચ સ્તર ૮ થી ૯ ની વચ્ચે હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું એસિડ બેલેન્સ રહે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
અલ્કલાઇન પાણીમાં ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે
આલ્કલાઇન પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટ જેવા ઘણા મિનકલ્સ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તેના સેવનથી શરીરનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે છે. રોજ આલ્કલાઇન પાણી પીવાથી શરીરમાંથી હાનિકારક તત્વો સરળતાથી દૂર થઇ જાય છે, જેનાથી ત્વચા પણ ચમકદાર બને છે.