ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર

રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.

B India on X: "ઈન્દોર-અમદાવાદ હાઈવે નજીક ભયાનક અકસ્માત, બાળકી સહિત બે લોકોનાં મોત https://t.co/kGAERyXVE9 #AccidentNews #RoadAccident #IndoreAhmedabadHighway #FatalCrash #RoadSafety ...

ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન, એક ભયાનક અકસ્માત થયો અને ૧૦ લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં ૭ બાળકો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે.

10 killed after pickup vehicle collides with container in Dausa; 7 children  among deceased; victims were returning to UP from Khatushyam - Rajasthan  News | Bhaskar English

આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, ‘ખાટુશ્યામ મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે અને ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આશરે ૭-૮ લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

10 killed after pickup vehicle collides with container in Dausa; 7 children  among deceased; victims were returning to UP from Khatushyam - Rajasthan  News | Bhaskar English

હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને તેમની ઓળખ કરી પરિજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે. આ સિવાય ઘટનાસ્થળે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે પીએમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

દૌસાના જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે કહ્યું કે, ‘પ્રાથમિક માહિતી મુજબ, બાપી પાસે એક અકસ્માતમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ૯ જેટલા લોકોને સારવાર માટે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે અને ૩ દર્દી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અકસ્માત એક કાર અને એક ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *