શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળા ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ સરખેજ પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લીધી

તારીખ ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળા ના ધોરણ ૮ ના એસપીસી કેડેટ્સના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ તેમના આચાર્ય શ્રીવેદાંગકુમાર રાજયગુરૂ અને શિક્ષિકાબેન ભાવનાબેન મકવાણા અને એસપીસી ડ્રિલ ઇન્સ્ટ્રકટર સોનુબેન ચૌહાણ તથા તેમની ટીમના સભ્યોની સાથે સરખેજ પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લીધી.

મુલાકાત દરમિયાન કેડેટ્સને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી જેમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે:

PSO અને ફરિયાદ રૂમ

(૧)ક્રાઈમ રેકોર્ડ વિભાગ
(૨) MOB રેકોર્ડ
(૩) સર્વેલન્સ સ્ક્વોડ
(૪) એકાઉન્ટ વિભાગ
(૫) હથિયારો વિષે પ્રદર્શન અને માહિતી
(૬) સાયબર ક્રાઇમ ને લગતી માહિતી

પ્રત્યેક વિભાગના જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિભાગોની કામગીરી અંગે સરળ અને સમજણભર્યુ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક દરેક માહિતી સાંભળી અને પ્રશ્નોત્તરી પણ કરી.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. ધૂળિયા સરે કેડેટ્સને “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે બાબતે સમજાવ્યું તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.એચ. શર્મા સરે બાળકોને મોબાઇલના ઉપયોગથી થતાં નુકસાન વિશે, સાયબર ક્રાઈમથી બચવાના ઉપાય વિશે તથા કરિયર અને સકારાત્મક જીવન અંગે માર્ગદર્શન આપ્યું.

સાર્વજનિક પ્રાથમિક શાળાની એસપીસી ની વિદ્યાર્થિનીઓએ પીઆઇ સર તેમજ પોલીસના દરેક કર્મચારીને રાખડી બાંધી દેશની રક્ષા માટે આશીર્વાદ આપ્યા હતા અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. અંતે સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓને ગરમ નાસ્તો કરાવી વિદ્યાર્થીઓનો સત્કાર કર્યો હતો. બાળકોના પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક રહ્યા. બાળકોએ ખૂબ આનંદ અનુભવ્યો અને આવા શૈક્ષણિક કાર્યક્રમો વધુ વખત યોજવા માટે ઇચ્છા દર્શાવી. તેમજ તારીખ ૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ સાર્વજનિક પ્રાથમિક શાળામાં પણ રક્ષાબંધન પર્વની હરસોલ્લસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Nag Panchami Glitters, GIF, Images

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *