વીર સાવરકર અંગે અપમાનજનક ટીકા કરવાના કેસમાં પુણેની કોર્ટમાં હાજર થયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજીને લઈને સુપ્રિયા શ્રીનેતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રીનેતે કહ્યું છે કે, રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી છે. તેમને વકીલે પણ કહ્યું છે કે, તેમણે તેમને પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી છે અને હવે કોર્ટમાં અરજી પરત લેવામાં આવશે. અરજીમાં કહેવાયું હતું કે, રાહુલ ગાંધીના જીવ પર ખતરો છે. તેમાં બે નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો.
રાહુલ ગાંધી વતી હાજર થયેલા વકીલ મિલિંદ દત્તાત્રય પવારે કોર્ટમાં લેખીત અરજી આપીને કહ્યું હતું કે, ‘ફરિયાદી નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે અમને તેમનો ઈતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વર્તમાન રાજકીય સ્થિતિ અને કેટલાક નેતાઓના વિવાદસ્પદ નિવેદનોના કારણે રાહુલ ગાંધીના જીવ પર ગંભીર ખતરો છે.’
અરજીમાં નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના નામો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમાં કહેવાયું હતું કે, ‘બંનેના ઈતિહાસ ઈતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વર્તમાન રાજકીય સ્થિતિ અને કેટલાક નેતાઓના વિવાદસ્પદ નિવેદનોના કારણે રાહુલ ગાંધીના જીવ પર ગંભીર ખતરો છે. રવનીતે રાહુલને દેશનો નંબર એક આતંકવાદી કહ્યો હતો, જ્યારે મારવાહે ધમકી આપી કહ્યું હતું કે, રાહુલના હાલ તેમની દાદી જેવા થશે.’ આ કારણે વકીલે રાહુલ ગાંધીને વધુ સુરક્ષા આપવાની કોર્ટને માંગ કરી હતી. કોર્ટે રાહુલના વકીલની અરજીને પણ ધ્યાને લીધી હતી.