૩૦ ની ઉંમર બાદ પણ સ્કિન ગ્લોઈંગ અને વાળ રહેશે સ્વસ્થ

૩૦ વર્ષની ઉંમરે પણ જો તમે યંગ અને ગ્લોઈંગ સ્કિન અને મજબૂત વાળ મેળવવા માંગતા હોવ તો અહીં ટિપ્સ આપી છે, આ બ્યુટી ટિપ્સ ફક્ત સુંદરતામાં વધારો કરશે નહીં પરંતુ તમારી સ્કિન અને વાળને નુકસાનથી પણ બચાવશે. અહીં જાણો સરળ બ્યુટી ટિપ્સ જે તમે ૩૦ ની ઉંમર બાદ અપનાવી શકો છો.

૩૦ વર્ષની ઉંમરે આપણી સ્કિન અને વાળમાં થોડો બદલાવ આવવાની શરૂઆત થઇ જાય છે. આ ઉંમરે યોગ્ય સ્કિનકેર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમે તમારી સ્કિન અને વાળને હેલ્ધી, યંગ અને સુંદર રાખી શકો. જો તમે ૩૦ વર્ષની ઉંમરના છો, તો કેટલીક ખાસ બ્યુટી ટિપ્સ છે જેનું તમારા રોજિંદા જીવનમાં સમાવેશ કરવો જોઈએ.

Fatty Fish - 6 anti-ageing foods you should eat for youthful, glowing skin  | The Economic Times

૩૦ વર્ષની ઉંમરે પણ જો તમે યંગ અને ગ્લોઈંગ સ્કિન અને મજબૂત વાળ મેળવવા માંગતા હોવ તો અહીં ટિપ્સ આપી છે, આ બ્યુટી ટિપ્સ ફક્ત સુંદરતામાં વધારો કરશે નહીં પરંતુ તમારી સ્કિન અને વાળને નુકસાનથી પણ બચાવશે. અહીં જાણો સરળ બ્યુટી ટિપ્સ જે તમે 30 ની ઉંમર બાદ અપનાવી શકો છો.

Collagen for anti-aging: Facts about collagen supplements you must know |  HealthShots

૩૦ ની ઉંમર બાદ આ બ્યુટી ટિપ્સ અપનાવો

5 Indian Foods for Naturally Glowing Skin This Summer – andMe

  • સ્કિનકેર : ૩૦ વર્ષની ઉંમરે સ્કિનકેર માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દરરોજ ક્લિનિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ કરવું જોઈએ. ત્વચામાંથી ગંદકી અને તેલ દૂર થાય તે માટે દિવસમાં બે વાર હળવા ફેશિયલ ક્લીંઝરથી ચહેરો ધોવો. ત્વચાના છિદ્રોને કડક કરવા અને તેને તાજી રાખવા માટે ટોનરનો ઉપયોગ કરો. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો કારણ કે તે તમારી સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને કરચલીઓ દેખાવાથી અટકાવે છે.
  • ટેંશન લેવાનું ટાળો : ચિંતા સ્કિન અને વાળનો સૌથી મોટો દુશ્મન છે. તેથી તમારા રૂટિનમાં યોગ, ધ્યાન અને પૂરતી ઊંઘનો સમાવેશ કરો, આ ઉપરાંત તમે કસરત પણ કરી શકો છો. સારી ઊંઘ તમારી ત્વચાને પોતાને સુધારવામાં મદદ કરે છે અને તમને યુવાન દેખાય છે. ઊંઘ પુરી કરવામાં આવે તો ફેસ પર કરચલીઓ અને ડાર્ક સર્કલ્સ પણ ઓછા થઇ શકે છે.
  • હેરકેર કરો : ૩૦ ની ઉંમર બાદ સ્કિન અને વાળ બંનેવમાં બદલાવ જોવા મળે છે,
  • આ ઉંમરે વાળ ખરવા અને ડ્રાય થવા જેવી સમસ્યાઓ સામાન્ય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર સારી ક્વોલિટી શેમ્પૂ અને કન્ડિશનરથી વાળ ધોવા જોઈએ. અઠવાડિયામાં એક વાર નાળિયેર તેલમાં કપૂર નાખીને માલિશ કરો. આનાથી વાળ મજબૂત બને છે અને તેમની ચમક પણ વધે છે. ગરમ પાણીથી વાળ ધોવાનું ટાળો કારણ કે તે વાળને નુકસાન પહોંચાડી શકે છે, નોર્મલ પાણીથી વાળ ધોવાનું રાખો.
  • નેચરલ ટિપ્સ : ૩૦ વર્ષની ઉંમરે બાદ તમે તમારી બ્યુટી રૂટિનમાં કેટલીક નેચરલ ટિપ્સનો પણ સમાવેશ કરી શકો છો. ઉદાહરણ તરીકે, હળદર, ગુલાબજળ, એલોવેરા જેલ જેવી વસ્તુઓ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે આ સામગ્રીનો ઉપયોગ ઘરે ફેસ માસ્ક તરીકે કરી શકો છો જે સ્કિનને સ્વચ્છ, ફ્રેશ અને સોફ્ટ બનાવશે.
  • સનસ્ક્રીનનો ઉપયોગ : ૩૦ વર્ષની ઉંમરે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. સૂર્યના યુવી કિરણો સ્કિનને નુકસાન પહોંચાડે છે અને અકાળ વૃદ્ધત્વના સંકેતો પેદા કરી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા ઓછામાં ઓછા SPF ૩૦ વાળું સનસ્ક્રીન લગાવો. આમ કરવાથી પિગમેન્ટેશન, કરચલીઓ અને કાળા ડાઘ પડતા અટકે છે.
  • હેલ્ધી લાઇફસ્ટાઇલ : સ્કિન અને વાળની સુંદરતા તમારા ડાયટ અને લાઈફસટાઈલ સાથે પણ સંબંધિત છે. ૩૦ વર્ષની ઉંમરે વિટામિન-સી, ઇ અને ઓમેગા-૩ ફેટી એસિડ્સ ધરાવતો સંતુલિત આહાર લો. તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ અને માછલીનો સમાવેશ કરો. તેમજ દરરોજ ઓછામાં ઓછું ૮-૯ ગ્લાસ પાણી પીવો જેથી સ્કિન હાઇડ્રેટેડ અને ચમકતી રહે.

રાંધણ છઠ્ઠના દિવસે શા માટે બનાવવામાં આવે છે વડા, પુરી અને થેપલાં...? જાણો આ  પરંપરા પાછળનું ધાર્મિક કારણ | Spiritual News in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *