દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નદી જોડાણ યોજના ફરી વિવાદમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજને નુકસાન ગણાવી વિરોધ શરૂ કર્યો છે.ત્યારે તેમને કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને કહ્યું હતુ કે કોંગ્રેસ આદિવાસીનું નહીં પણ પોતાનું અસ્તિત્વ બચાવવા માંગે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોની નદીઓને જોડવાની યોજના પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨ માં ગાજ્યા બાદ સરકારે પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. પરંતુ હાલમાં લોકસભામાં પૂછાયેલા પ્રશ્ન બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી આક્રમકતા બતાવી ૧૪ ઓગસ્ટથી આંદોલનની તૈયારી કરી છે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસી ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરીને પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરે છે, રિવર લિંક પ્રોજેક્ટ થવાનો જ નથી એવી સ્પષ્ટતા કરી છે.
“આ પ્રોજેક્ટ થવાનો જ નથી”. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસી નેતાઓ આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ધવલ પટેલે વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ માં તત્કાલિન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે પોતે જાહેરમાં આ પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. હાલ લોકસભામાં પુછાયેલા એક સામાન્ય પ્રશ્નના જવાબના બહાને કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકાર તરફથી કોઈ નવું નોટિફિકેશન કે સર્ક્યુલર બહાર પડ્યું નથી, એટલે “શ્વેતપત્રની માંગ પણ અયોગ્ય છે”.
હાલમાં લોકસભામાં પ્રશ્ન પૂછાયો હતો અને આ પ્રશ્નમાં દેશના તમામ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. જેને આધાર બનાવી કોંગી ધારાસભ્ય આદિવાસીઓને ભરમાવી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલેશન પાડ્યું નથી, તો શ્વેતપત્ર પણ આપવાનો મુદ્દો નથી. કોંગ્રેસ પહેલા લેખિતમાં પ્રોજેકટ, તેની સમાયવધિ અને ફન્ડિંગ વિશેનું ભારત સકરારનું લેખિત નોટિફિકેશન આપે પછી શ્વેતપત્રની માંગ કરે.
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ વર્ષ ૧૯૮૦ માં કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન હેઠળ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ તૈયાર કરાયો હતો. આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની અછત ધરાવતાં વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત કરવામાં આવી છે.
