અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કા બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત. ત્રણ કલાકથી વધુ ચાલેલી આ બેઠક સકારાત્મક વાતાવરણમાં પૂરી થઈ, પરંતુ એવું તો છેલ્લે શું કહ્યું ટ્રમ્પે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અમેરિકાના અલાસ્કા રાજ્યની રાજધાની એન્કરેજમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હવે તેને અટકાવવા બને એટલો પ્રયત્નો વધી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ ઈચ્છે છે. આ બેઠક માત્ર રશિયા અને યુક્રેન માટે જ નહીં, પરંતુ ભારત સહિત અમેરિકા, રશિયા અને યુક્રેન – આ ચાર દેશો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.

અઢી કલાકથી વધુ ચાલેલી આ બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓ તથા પ્રતિનિધિમંડળો બંધ દરવાજા પાછળ ચર્ચા કરી રહ્યા હતા. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો અને રશિયન પ્રતિનિધિમંડળના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના વડા કિરિલ દિમિત્રીવે આ બેઠકને “સારી” ગણાવી, જ્યારે રશિયન રક્ષા પ્રધાન આન્દ્રે બેલોસોવે પુતિનના મૂડને “ઉત્તમ” ગણાવ્યો.
બેઠક પૂર્ણ થયા બાદ બંને નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પુતિને જણાવ્યું કે ચર્ચા રચનાત્મક વાતાવરણમાં અને એકદમ આદર સાથે થઈ, તેમજ ઘણા મુદ્દાઓ પર સહમતિ મળી. તેમણે ટ્રમ્પને અલાસ્કા આવવા માટે આમંત્રણ સ્વીકારવા બદલ આભાર માન્યો.
ટ્રમ્પે પણ બેઠકને સકારાત્મક ગણાવી, પરંતુ સ્વીકાર્યું કે કેટલાક મુદ્દાઓ – ખાસ કરીને યુક્રેન યુદ્ધ – હજી ઉકેલાયા નથી. તેમણે કહ્યું, “જ્યાં સુધી સોદો ન થાય ત્યાં સુધી કોઈ સોદો નહીં થાય,” અને જણાવ્યું કે તેઓ નાટો અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે પણ ચર્ચા કરશે.
પ્રેસ કોન્ફરન્સના અંતે પુતિને આગામી બેઠક મોસ્કોમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ટ્રમ્પે “વિચારણા કરવામાં આવશે” એમ કહ્યું. બેઠક પૂરી થયા બાદ પુતિન અલાસ્કાથી પોતાના વિમાનમાં રવાના થયા. આ ઐતિહાસિક મુલાકાતે તાત્કાલિક કોઈ કરાર તો આપ્યો નથી, પરંતુ ભવિષ્યમાં રાજનૈતિક ઉકેલ આવી શકે છે તેવી આશા સર્જાઇ શકે છે.
