શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક, તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત (ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ) પ્રાથમિક, તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ધ્વજવંદન સાથે થઈ, ત્યારબાદ દેશભક્તિ ના ગીત ધોરણ ૩ થી ૬ની નાની દીકરીઓએ સુંદર નૃત્ય રજૂ કર્યું , બાળકો દ્વારા વિશેષ નાટ્યરૂપાંતરણ “ઓપરેશન સિંદૂર” રજૂ કરવામાં આવ્યું. આ નાટકમાં સોફિયા કુરેશી અને તેની ટીમે આપણા જવાનો કેવી રીતે દેશના દુશ્મનોને જબરદસ્ત જવાબ આપ્યો તે જીવંત અભિનય દ્વારા દર્શાવ્યું, જેને જોઈને સૌના હ્રદયમાં દેશપ્રેમની લાગણી ઉમટી આવી.

સમગ્ર પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન શ્રીમતી દેવાંશીબેન જોશી (ફાઉન્ડર એન્ડ એડિટર જમાવટ મીડિયા) ઉત્કર્ષભાઈ દેસાઈ (લાયન્સ ક્લબ ઓફ પ્રેસિડેન્ટ સરખેજ) સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી ડૉ.મુકેશભાઈ પટેલ, માનદ મંત્રીશ્રી દશરથભાઈ પટેલ, સરખેજ કેળવણી મંડળના સભ્યશ્રીઓ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બંને આચાર્યશ્રીઓ બંને વિભાગના
શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને જેમાં વિધાર્થીઓને વિવિધ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતાં.અંતે “જન ગણ મન” સાથે સમાપન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *