ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ૧૦૫ આઈપીએસ-એસપીએસ અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.
રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી-બઢતીનો ગૃહ વિભાગે હુકમ કર્યો છે, ત્યારે રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને ગૃહ વિભાગે વિચારણા કરીને હુકમો કર્યા છે. જેમાં કુલ ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણૂક આપવામાં આવી છે. જ્યારે પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેક્નિકલ સેલ સીઆઈડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરિટી, તેમજ જેલ જેવી મહત્ત્વની જગ્યાઓ ઉપર વર્ષ ૨૦૨૧ ની બેચના સીધી ભરતીના અધિકારી, તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્ત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
