હવામાન વિભાગે આજે મંગળવાર માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ૧૩ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતમાં એકવાર ફરીથી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. જેના પગલે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો છે. ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે મંગળવાર માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ૧૩ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારના દિવસે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.