જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું

જૂનાગઢના મેંદરડામાં ૪ કલાકમાં અનરાધાર ૧૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જૂનાગઢના વંથલીમાં ૫.૩૧ ઇંચ, કેશોદમાં ૪.૮ ઇંચ, માંગરોળમાં ૨.૫૬ ઇંચ, માળિયા હાટીનામાં ૨.૫૬ ઇંચ, જૂનાગઢમાં ૧.૯૭ ઇંચ, જૂનાગઢ શહેરમાં ૧૯૭ ઇંચ, માણાવદરમાં ૧.૦૨ ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર 1 - image

આજે સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૧૦:૦૦ વાગ્યા સુધીમાં જૂનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં ૪.૭૬ ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં ૪.૦૬ ઇંચ, અમરેલીના રાજુલામાં ૩.૩૫ ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૨.૮ ઇંચ અને ગીર ગઢડામાં ૨.૬૪ ઇંચ અને પોરબંદરમાં ૨.૫૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, ૧૬ તાલુકામાં સરેરાશ ૧ ઇંચથી ૨ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

Gujarat Saurashtra Rain Havoc VIDEOS; Junagadh Mendarda Floods, Rivers  Overflow, Villages Submerged | મેંદરડામાં આભ ફાટ્યું, 13 ઈંચ વરસાદ: ગામડાં  ડૂબ્યાં-ખેતરો બેટમાં ફેરવાયાં, મધુવંતી ...

મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના ૫ કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

Gujarat Saurashtra Rain Havoc VIDEOS; Junagadh Mendarda Floods, Rivers  Overflow, Villages Submerged | મેંદરડામાં આભ ફાટ્યું, 13 ઈંચ વરસાદ: ગામડાં  ડૂબ્યાં-ખેતરો બેટમાં ફેરવાયાં, મધુવંતી ...

વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના ૧૧ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Gujarat Saurashtra Rain Havoc VIDEOS; Junagadh Mendarda Floods, Rivers  Overflow, Villages Submerged | મેંદરડામાં આભ ફાટ્યું, 13 ઈંચ વરસાદ: ગામડાં  ડૂબ્યાં-ખેતરો બેટમાં ફેરવાયાં, મધુવંતી ...

વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો ૧.૭૦ મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-૨ જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના ૩ દરવાજા ૦.૬૦ મીટર ખોલવામાં આવ્યા છે.

12.5 inches of rain causes waterlogging in Mendarda, many roads closed |  જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ: મેંદરડામાં 12.5  ઈંચ વરસાદથી જળબંબાકાર ...

વહીવટીતંત્ર દ્વારા ૩૫-૪૦ લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

Four systems active simultaneously on the state | અમરેલીની શેત્રુંજી નદીમાં  સિઝનનું પહેલું પૂર: જૂનાગઢ, ગોંડલ, બનાસકાંઠા બાદ અમદાવાદમાં વીજળીના કડાકા  સાથે ...

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે ૫ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી રાજ્યના ૧૩ જિલ્લામાં રેડ એલર્ટ અને ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર 2 - image

હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Heavy rain disrupts normal life in Saurashtra-Kutch | સૌરાષ્ટ્ર-કચ્છમાં  સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: જૂનાગઢ - ગીર સોમનાથ સૌથી વધુ  પ્રભાવિત, તહેવારો બાદ ...

 

આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગ સહિત ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં  ઘોડાપુર સર્જાયું | Khambha Gir Panthak in Amreli district has received  heavy rainfall - Gujarat Samachar

રાજ્યના અન્ય ૧૭ જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *