Petrol Price Today: મોટી રાહત! 15 દિવસ બાદ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે રેટ

એપ્રિલ મહિનામાં લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં રાહત મળી છે. ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂક્યો છે. આ અગાઉ સતત 15 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નહતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલને પાર ગયું છે. એપ્રિલ અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. એપ્રિલમાં આ પહેલો ભાવ ઘટાડો છે.

એપ્રિલમાં પહેલીવાર ભાવ ઘટ્યા
પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લે 30 માર્ચ 2021માં ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તુ થયું હહતું. માર્ચ મહિનામાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું. જ્યારે ડીઝલના ભાવ 60 પૈસા ઘટ્યા હતા. માર્ચમાં ભાવમાં 3વાર ઘટાડો થયો હતો. જેનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની નબળાઈ છે. અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે જતા રહ્યા. પરંતુ હવે તેજી જોવા મળી રહી ચે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ અને ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું. જો કે હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે આ થયો ફેરફાર
દિલ્હીમાં પેટ્રોલ આજે 16 પૈસા સસ્તુ થઈને 90.56 રૂપિયાથી ઘટીને 90.40 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 96.98 રૂપિયા પ્રતિ લીટરથી 15 પૈસા ઘટીને 96.83 પર વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 90.77 રૂપિયાથી ઘટીને 90.62 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં ભાવ 92.58થી ઘટીને 92.43 રૂપિયા પ્રતિ લીટર છે.

4 મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવ

શહેર         કાલના ભાવ    આજના ભાવ
દિલ્હી           90.56         90.40
મુંબઈ           96.98         96.83
કોલકાતા       90.77         90.62
ચેન્નાઈ           92.58         92.43

1 વર્ષમાં પેટ્રોલ 21 રૂપિયા મોંઘુ થયું
જો આજના ભાવની સરખામણી બરાબર એક વર્ષ પહેલા  કરીએ તો 15 એપ્રિલ 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 69.59 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે એક વર્ષમાં પેટ્રોલ 20.81 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું. ડીઝલ પણ 15 એપ્રિલ 2020ના રોજ 62.29 રૂપિયા પ્રતિ લીટર હતું. એટલે કે ડીઝલ પણ વર્ષમાં 18.44 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. અત્રે જણાવવાનું કે એક વર્ષ પહેલા આ દરમિયાન ક્રૂડ ઓઈલનો ભાવ 30 ડોલર પ્રતિ બેરલ નીચે હતો.

એપ્રિલમાં કાપ બાદ પણ ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 87.96 રૂપિયા પ્રતિ લીટરથી ઓછા થઈને 87.81 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ડીઝલ 80.87 રૂપિયાથી ઘટીને 80.73 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. 4 મેટ્રો શહેરમાં ભાવ આ પ્રમાણે છે.

4 મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર         કાલના ભાવ    આજના ભાવ
દિલ્હી          80.87        80.73
મુંબઈ           87.96       87.81
કોલકાતા      83.75        83.61
ચેન્નાઈ          85.88        85.75

કેન્દ્ર અને રાજ્ય સરકારો વસૂલે છે ભારે ભરખમ ટેક્સ
પેટ્રોલના ભાવમાં 60 ટકા ભાગ સેન્ટ્રલ એક્સાઈઝ અને રાજ્યોના ટેક્સનો હોય છે, જ્યારે ડીઝલમાં 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટ 32.90 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર હોય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય રીતે રોજેરોજ ફેરફાર થાય છે. આ ભાવ બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે.

આ રીતે ચેક કરો તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને એવી સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOC ની વેબસાઈટ પર જોવા મળશે.

રોજ સવારે 6 વાગે બદલાય છે ભાવ
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ  થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *