મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી

ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તરોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે.  આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી ૨૬ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ૨૧ ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

Heavy rain disrupts normal life in Saurashtra-Kutch | સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: જૂનાગઢ - ગીર સોમનાથ સૌથી વધુ પ્રભાવિત, તહેવારો બાદ ...

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવારે (૨૧ ઓગસ્ટ) કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

12.5 inches of rain causes waterlogging in Mendarda, many roads closed | જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ: મેંદરડામાં 12.5 ઈંચ વરસાદથી જળબંબાકાર ...

જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો | gujarat heavy rain 168 talukas kalyanpur 10 75 inches - Gujarat Samachar

૨૨ ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. 

Cloudburst in Junagadh: Mendarda receives 10 inches of rain in 4 hours | Cloudburst in Junagadh Mendarda receives 10 inches of rain in 4 hours - Gujarat Samachar

૨૩ ઓગસ્ટે ૧૫ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

Cloudburst hits Mendarda, 13 inches of rain flood towns,Rivers overflow in Gir Somnath, Bhavnagar, Amreli & Valsad; Surat faces urban flooding - Gujarat News | Bhaskar English

૨૪ થી ૨૬ ઓગસ્ટ સુધી રાજ્યમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

Jain Paryushan 2022: Date for Shwetambar Jains and Digambar Jains, significance and celebration in India - Hindustan Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *